લેપટોપ યોજનાના લાભાર્થીઓનું સન્માન કરતું ગુજરાત મોચી સમાજ સેવા ટ્રસ્ટ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતી મોચી સમાજ સેવા ટ્રસ્ટ (ગ્રેમ્સ) ચેરીટી કમિશનરના દફતરે નોંધાયેલ ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટનો મુખ્ય ઉદેશ્ય ગુજરાતના તમામ મોચી જ્ઞાતિને એક જૂથ કરવાનો છે. આ ટ્રસ્ટ શિડ્યુલકાસ્ટ લડત અને કેળવણી ક્ષેત્રે અનેકવિધ પ્રવૃતિઓ કરી રહેલ છે. લેપટોપ બેંક યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતમાં વસતા મોચી સમાજનાં આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને લેપટોપ વાપરવા માટે આપવામાં આવે છે. જે અભ્યાસ પૂર્ણ થયા બાદ પરત કરવાનું હોય છે. આ યોજનાના દાનાદાતાશ્રી લેપટોપ દાન આપી જે તે નામે લેપટોપ બેંક યોજનામાં જોડાઈ શકે છે. આ લેપટોપ બેંક યોજનામાં જોડાવા માટે ગ્રેમ્સના અગ્રણીનાં અભિપ્રાય સાથે લેપટોપ અરજી ફોર્મ ભરવું જરૂરી છે. કુલ તેર લેપટોપ બેંક ચાલી રહી છે. હાલ આ યોજનામાં કુલ ૨૧ લેપટોપ વિદ્યાર્થીઓ વાપરી રહ્યા છે.
આ લેપટોપ બેંક યોજના અંતર્ગત જ્યોતિબેન રવીન્દ્ર પરમાર (એટલાન્ટા, અમેરિકા) દ્વારા અપાયેલ લેપટોપ રાજકોટ ખાતે કુમારી કશિશ જેઠવા જે કમ્પ્યુટર સાયન્સ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરે છે તેને મોચી સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટના પ્રમુખશ્રી બીપીનભાઈ જેઠવા, આગેવાન સુરેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઈ જેઠવા, વિજયભાઈ વાળા, પીયુષભાઈ ઝાલા તેમજ ગ્રેમ્સ પ્રમુખ રમણભાઈ પરમાર, મહામંત્રી ચંપકભાઈ સોલંકી, ગ્રેમ્સના અગ્રણી શ્રી ઠાકોરભાઈ ચૌહાણ, શ્રી સુભાષભાઈ ચૌહાણ અને ગોવિંદભાઈ ચૌહાણની હાજરીમાં એનાયત કરવામાં આવ્યું. ગ્રેમ્સ હોદ્દેદારોની રાજકોટ મુલાકાત દરમ્યાન સમસ્ત મોચી સમાજ રાજકોટના પ્રમુખ દિનેશભાઈ ચાવડાની શુભેચ્છા મુલાકાત લીધેલ.
કેળવણી ક્ષેત્રે શૈક્ષણિક ઇનામી યોજના અંતર્ગત ધોરણ-૧૦, ધોરણ-૧૨ સાયન્સ, ધોરણ-૧૨ કોમર્સ, ધોરણ-૧૨ આર્ટસ, બી.એ.(ગ્રેજ્યુએટ), બી.કોમ.(ગ્રેજ્યુએટ), બી.એસ.સી.(ગ્રેજ્યુએટ), બી.એડ.(ગ્રેજ્યુએટ), બી.ફાર્મ. (ગ્રેજ્યુએટ), બી.સી.એ. (ગ્રેજ્યુએટ), એમ.બી.એ. (ગ્રેજ્યુએટ), ઇજનેરી સ્નાતક, ઇજનેરી ડીપ્લોમાં, મેડીકલ (ગ્રેજ્યુએટ), આર્કિટેક (ગ્રેજ્યુએટ), વ્યવસાયિક અભ્યાસક્રમ, પી.ટી.સી., આઈ.ટી.આઈ., નર્સિંગ, વિદ્યાવાચસ્પતિ (Ph.D.) માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ આ યોજનામાં જોડાઈ શકે છે. આ યોજનામાં પ્રથમ ઇનામ રૂ.૧૨૫૦/- બીજું ઇનામ રૂ.૭૫૦/- અને ત્રીજું ઇનામ રૂ.૫૦૦/- રોકડા ચુકવવામાં આવે છે. ૨૦૨૫-૨૬ નાં વર્ષમાં એટલે કે માર્ચ ૨૦૨૬ ની પરીક્ષાના પરિણામનાં આધારે આ શૈક્ષણિક ઇનામી યોજનામાં જોડાવા માટે વિદ્યાર્થીઓએ તેમેને લાગુ પડતું ફોર્મ પસંદ કરી જરૂરી આધારો સાથે તા.૩૦/૦૯/૨૦૨૬ સુધીમાં ચંપકભાઈ ડી. સોલંકીનાં સરનામે શંકરપાર્ક, બી-૧૪, તુલસીધામ સોસાયટીની સામે, ઝાડેશ્વર રોડ, ભરૂચ, મો.નંબર ૯૯૦૯૯ ૨૧૩૦૫ ખાતે પહોંચતા કરવાના રહેશે.
શિડ્યુલકાસ્ટમાંથી કમી કરેલ છે. જ્યારે ડાંગ તથા ઉમરગામ તાલુકામાં વસતા મોચીઓને શિડ્યુલકાસ્ટનાં લાભો ચાલુ રાખવામાં આવેલ છે. જે માટે ગ્રેમ્સ હાલમાં આ અન્યાયની સામે કાનુની રાહે નામદાર સુપ્રિમકોર્ટમાં કેસ લડી રહી છે.


