આજીડેમ ચોકડી સર્કલમાં માંધાતા અને ચુનારવાડ ચોકમાં સંત વેલનાથ બાપુની પ્રતિમાં સ્થાપિત કરવા માંગ
વોર્ડ નં.૧૫ના કોર્પોરેટર મનીષાબેન રોજાસરા દ્વારા મનપામાં રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
વોર્ડ નં.૧૫માં મારા મત વિસ્તારમાં આવેલ આજીડેમ ચોકડી સર્કલમાં જય માંધાતા મહારાજની પ્રતિમા સ્થાપિત કરવી અને ચુનારાવાડ ચોકમાં સંત વેલનાથ બાપુની પ્રતિમાં સ્થાપિત કરવી વિધાનસભા-૬૮માં બે લાખથી વધારે કોળી સમાજની વસ્તી હોય અને આ વિસ્તારમાં કોળી સમાજના અનેક આગેવાનો દ્વારા મને જાણ કરવામાં આવેલ અને આ વોર્ડમાં હું અને મારો પરિવાર પણ ઘણા વર્ષોથી રહીએ છીએ અને વોર્ડ નં.૧૫ની કોર્પોરેટર હાલ છું એટલે મ્યુનિ.કમિશનરને રજુઆત કરીને આજીડેમ ચોકડીએથી રાજકોટમાં ભાવનગર બાજુથી અંદર આવવાનો મેઇન રસ્તો હોય તો તે સર્કલમાં જય માંધાતા મહારાજની પ્રતિમાં સ્થાપિત કરવાની મંજૂર આપવી અને ચુનારાવાડ ચોકમાં સંત વેલનાથ બાપુની પ્રતિમા સ્થાપિત કરવાની મંજૂરી આપવી. રાજકોટના અનેક ચોકમાં સર્કલમાં અનેક ભગવાનના અને અનેક શહિદોના અનેક નેતાઓના નામના સર્કલ છે. તો આ સર્કલ ઉપર સર્કલનું નામ પણ જય માંધાતા ચોક રાખવામાં આવે અને આગામી જનરલ બોર્ડમાં ઠરાવ પાસ કરીને ત્યાં પ્રતિમાં સ્થાપિત કરવામાં આવે એવી અમારી વિનંતી છે.
તા.૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસે મોટા પ્રમાણમાં જય માંધાતા મહારાજની શોભાયાત્રા નીકળતી હોય છે અને અષાઢી બીજના દિવસે સંત વેલનાથ બાપુની શોભાયાત્રા નીકળતી હોય છે તો રાજકોટમાં વર્ષોથી એક પણ ચોકમાં જય માંધાતા મહારાજ કે સંત શ્રી વેલનાથબાપુની પ્રતિમા ના હોવાથી અમારા સમાજના અનેક આગેવાનોની પણ ખાસ માંગણી છે તેમ વોર્ડ નં.૧૫ના કોર્પોરેટર મનીષાબેન રોજાસરાએ જણાવ્યું છે.


