વી. વી.પી. એન્જીનીયરીંગ કોલેજના બાયોટેક એન્જીનીયરીંગ વિભાગમાં પ્રોફેસર ઓફ પ્રેક્ટીસની નિમણુક
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની ખ્યાતનામ વી. વી.પી. એન્જીનીયરીંગ કોલેજના બાયોટેકનોલોજી એન્જીનીયરીંગ વિભાગમાં ડો. પ્રિતેશભાઈ સબારા સાયન્ટીસ્ટ-B, ગુજરાત બાયોટેક રીસર્ચ સેન્ટર(GBRC) ગાંધીનગરની “પ્રોફેસર ઓફ પ્રેક્ટીસ” (POP) તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.
GTU સંલગ્ન કોલેજ તરીકે આ પોસ્ટ પર વૈજ્ઞાનિક અથવા ઇન્ડસ્ટ્રીનો ૧૦ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતા વ્યક્તિની નિમણુંક કરવાની હોય છે, વિદ્યાર્થીઓને આના અંતર્ગત ડો. સબારા પાસેથી બાયોટેકનોલોજી રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ (R & D) નો બહોળો અનુભવનો લાભ મળશે. ખાસ કરીને POP અંતર્ગત વિદ્યાર્થીઓને ભૂતકાળમાં ટ્રાન્સક્રીપ્ટોમિક્સ, મેટાબોલોમીક્સ શીખવાનો લાભ મળેલ, આ સેમેસ્ટરમાં “એન્ટી માઈકોબિયલ રેસીસ્ટન્સ અને નેનોટેકનોલોજીનો વ્યવહારુ ઉપયોગ ઉપર લેકચરો ગોઠવવામાં આવશે. આ લેકચર તેમના નિયમિત કોર્ષ સિલેબસ ઉપરાંત ભણાવવામાં આવે છે.
વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ-અનુરૂપ પહેલ બદલ સંસ્થાના પ્રિન્સીપાલશ્રી ડો. પિયુષભાઈ વણઝારા, બાયોટેકના વડા પ્રો. પૂજાબેન ચાવડાને સંસ્થાના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુક્લ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલ મણિયાર, ડો.નરેન્દ્ર દવે તથા ડો. નવીનભાઇ શેઠે શુભેચ્છાઓ પાઠવી હતી.


