જન્માષ્ટમી મેળાની તૈયારી! આજે સમગ્ર ગ્રાઉન્ડની બ્લૂ પ્રિન્ટ તૈયાર થશે
તા.૨૦મીથી સ્ટોલના ફોર્મનું સંભવિત વિતરણ : બપોર બાદ બેઠક
અગ્ર ગુજરાત, રાજકોટ
કલેકટર તંત્ર આયોજીત રાજકોટના લોકમેળા અંગે તંત્ર તડામાર તૈયારીઓ કરી રહયું છે ત્યારે આજે લોક મેળાનો સંપુર્ણ પ્લાન ફાઇનલ થઇ જતા વિવિધ કમિટીઓની મીટીંગ બપોર બાદ મળશે દરમિયાન સૂત્રોના કહેવા મુજબ આગામી ત્રણ થી ચાર દિવસમાં લોક મેળાના ફોર્મ છપાઇ જશે અને તેના પરીણામે આગામી તારીખ ર૦ આસપાસ ફોર્મનું વિતરણ થાય તેવી શકયતા છે. લાઇટિંગ સહિતની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. લોકોની સુરક્ષાના ચુસ્ત પ્રબંધો માટે તંત્ર તૈયારી કરી રહયું છે. આકસ્મિક ઘટનામાં બે કોરિડોર મુખ્યા ગેઇટ ફનવર્લ્ડ પાસે તથા જુના એરપોર્ટ જવાના રસ્તાની સામેના ગેઇટ પાસેથી ૧૦૮, ૧૦૦ નંબર તથા બાઇક એમ્બ્યુલન્સ માટે સ્પે. કોરીડોર બનાવાશે. સ્ટોલના ભાડા અંગે અધિકારીઓએ જણાવેલ કે હજુ સુધી તે અંગે કોઇ નિર્ણય લેવાયો નથી એકાદ બે દિવસમાં ફાઇલન થઇ જશે, જયારે વીજ તંત્ર પાસે પણ હવે વીજ કનેકશનનો મંગાશે, ૧૯ કિલોવોટના ર૦ થી રર કનેકશન મેળવવા અંગેનો પ્લાન છે.


