જંગ્લેશ્વરમાં પાણીના નિકાલ માટે ડિમોલીશનનો કાટમાળ હટાવાયો
વોર્ડ નં.૧૬ના કોર્પોરેટર દ્વારા કામગીરી કરાઈ: સફળ રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં નજીવા વરસાદમાં લોકોના ઘરમાં ગોઠણભેર પાણી ભરાય છે અને શેરી ગલીઓ અને જાહેર માર્ગો નદીમાં ફેરવાય છે એ જગ જાહેર છે રાજકોટ મહાનગરપાલિકામાં પ્રી મોનસુન કામગીરી ફક્ત કાગળ પર રહી હોય તેમ લાગે છે અને રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જે ડીમોલીશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વરસાદી પાણીના નિકાલ અંગે કોઈપણ જાતની વ્યવસ્થા ન કરવામાં આવતા ડિમોલિશન દરમિયાન કાઢવામાં આવેલા કાટમાળના ઢગલાઓ જે તે સ્થળ પર જ રાખવામાં આવેલ અને જો બારે મેઘ ખાંગા થાય અને અનરાધાર વરસાદ પડે સુરત, કેશોદ કે માંગરોળ વાળી રાજકોટ શહેરમાં થાય તો જંગલેશ્વર વિસ્તાર જળબંબાકાર થાય અને લોકોના ઘર પણ ડુબમાં આવે એવી પૂરી શક્યતા હોવાના પગલે આ વિસ્તારમાં તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવી પડે એ સ્થિતિ હતી ત્યારે અંગે વિસ્તારના જાગૃત કોર્પોરેટરો દ્વારા અધિકારીઓને સ્થળ પર બોલાવી કાટમાળ હટાવી અને વરસાદી પાણીના નિકાલની જે અવરોધી સમસ્યા હતી તે તાત્કાલિક દૂર કરાવા રજૂઆતો કરવામાં આવી હતી આ વિસ્તારના કોર્પોરેટરો દીપ્તિબેન સોલંકી, રસીલાબેન ગરૈયા, ઇબ્રાહીમ સોરા, અર્જુનભાઈ ચૌહાણ દ્વારા આજરોજ કાટમાળ હટાવવાની અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જેસીબી દ્વારા કરાવવામાં આવી રહી છે અને સફળ રજૂઆતના સફળ પડઘા પડ્યા હતા.


