મંત્ર ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ બાળકો માટે ‘Welcome to the Jungle’ ફિલ્મનો શો યોજાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
મંત્ર ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ બાળકોને આનંદદાયક અને યાદગાર અનુભવ કરાવવાના હેતુથી 7 જુલાઈના રોજ રાજકોટના રિલાયન્સ મોલ સ્થિત આઇનોક્સ ખાતે ‘Welcome to the Jungle’ ફિલ્મના વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો તેમના પેરેન્ટ્સ અને શિક્ષકો સાથે ઉત્સાહભેર જોડાયા હતા. ફિલ્મ દરમિયાન બાળકોના ચહેરા પર જોવા મળેલો આનંદ અને ઉત્સાહ સૌ માટે પ્રેરણાદાયક રહ્યો. બાળકો સાથે પેરેન્ટ્સ અને શિક્ષકોએ પણ આ સુંદર ક્ષણોનો આનંદ માણ્યો.
મંત્ર ફાઉન્ડેશન સતત દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ, સામાજિક સમાવેશ અને આત્મવિશ્વાસ વધે તે માટે વિવિધ શૈક્ષણિક, મનોરંજક અને જાગૃતિ આધારિત કાર્યક્રમોનું આયોજન કરતું રહે છે. આ પ્રકારના કાર્યક્રમો દિવ્યાંગ બાળકોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.


