માધવ શરાફી મંડળીના સ્થાપના દિવસ નિમિતે તા.૧૫મીએ ‘કસુંબીનો રંગ’ લોકડાયરો
પૂર્વ સભ્ય સ્વ.રૂપાબેન શીલુને કાર્યાંજલી અર્પણ કરાશે : કલાકાર લાખણશીભાઇ ગઢવી, સાગર મેસવાણીયા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે : આયોજકો, હોદેદારો ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે
અગ્ર ગુજરાત, રાજકોટ
માધવ શરાફી સહકારી મંડળી તેની પારદર્શિતા અને અનુશાસન બધ્ધ વહીવટ માટે સહકારી ક્ષેત્રમાં આગવું સ્થાન શોભાવે છે. સભાસદોના સવૉગી વિકાસના ધ્યેયને વરેલ માધવના કમૅચારીઓ, ડીરેકટર્સ તથા શાખાઓના વ્યવસ્થાપક મંડળ એક પરિવારની ભાવનાથી ઝળહળતા ૨૭ વષૅ પુરા કરી ૨૮માં વર્ષમાં પ્રવેશે છે.
માધવના ૨૮માં સ્થાપના દિન નિમીત્તે તા. ૧૫ જુલાઈ ૨૦૨૬ બુધવારે રાત્રે ૮ કલાકે હેમુગઢવી હોલ ખાતે ત્યાગ, શોર્યો અને સંવેદનાને પ્રકટ કરતો પ્રાચીન ભજન, અને શાશ્વત લોકસાહિતનો માણવા જેવો ઘરનો ડાયરો એટલે “કસુંબી નો રંગ” યોજાનાર છે. જેમા વિશ્વભરમાં લોક સાહિતના જીવંત અધ્યાય સ્વરૂપે સુપ્રસિધ્ધ લાખણશીભાઈ ગઢવી તથા તેમની સાથે ભકિતભજનના આરાધક સાગર મેસવાણીયા લોકસાહિત્ય તથા ભકિતભજનોની સફરમાં રાજકોટને મંત્રમુગ્ધ કરશે.
માઘવના પૂર્વ ડિરેકટર સ્વ.રૂપાબેન શીલુનો જન્મ દિવસ ૧૫ જુલાઈ છે. તેઓએ સ્થાપના કાળથી આજ સુધીની માધવની વિકાસયાત્રામાં કરેલ અમુલ્ય યોગદાન યાદ કરી દર વર્ષે સ્થાપના દિન ૧૫ જુલાઈના દિવસે ઉજવવાનો નિર્ણય લઈ બોર્ડઓફ ડિરેક્ટર્સ દ્વારા ખરા અર્થમાં સ્વ. રૂપાબેનને કાર્યાંજલિ આપી છે.
માધવ શરાફી સહકારી મંડળી લી. રાજકોટ ઉપરાંત બોટાદ, મોરબી તથા ધોરાજીમાં પણ શાખાઓ ધરાવે છે. માધવની પ્રવૃતિ વિશે વાત કરીએ તો માધવ જરુરીયાત વાળા સભાસદો માટે સરળ અને ઝડપી ધિરાણ, થાપણદારો માટે આકર્ષક વ્યાજ દર, કોઈ પણ જાતના પ્રોસેસીંગ ચાર્જ વગર માત્ર ૩૦ મીનીટમાં રૂા. ૨૫ લાખ સુધીનું સોના ધિરાણ (ગોલ્ડ લોન), દર બે વર્ષે ગૃહ ઉપયોગી, વિકલ્પો સાથેની મૂલ્યવાન વાર્ષિક સભાસદ ભેટ, મહત્તમ ૨૦% ડિવીડન્ડ તથા મનોરંજક વાર્ષિક ઉત્સવ સભાસદોના અચલ વિશ્વાસનું કેન્દ્ર બની રહયુ છે.
માધવ દ્વારા વખતો વખત જરૂરીયાતના સમયે સમાજ પ્રત્યે પોતાનું દાયિત્વ નિભાવવા સદાય તત્પર રહયુ છે. કોરોનાની વૈશ્વિમ મહામારીના સમયમાં માધવ દ્વારાપ્રધાન મંત્રી રાહત ફંડ, મુખ્યમંત્રી રાહત ફંડ, સેવા ભારતી ગુજરાત, તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટમાં અનુદાન આપવામાં આવેલ છે. આ ઉપરાંત કોરોના વેકસીનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં માધવ દ્વારા કરવામાં આવેલ, શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ કાર્યોમાં પણ સહભાગી થવામાં માધવ અગ્રેસર સહયુ છે. વૃધ્ધાશ્રમ તથા વિરાણી બેહરા મુંગા શાળાના નવ નિમૉણ જેવા સત્કાર્યોમાં “માધવ” હાજર જ હોય છે.
સભાસદોના સંતાનો માટે સ્પધૉત્મક પરીક્ષાઓ માટે વિના મુલ્યે પ્રશિક્ષણ વગર્ગો તથા કમૅચારી ગણ માટેની કાયેશાળા પ્રકારની શિબીરનું આયોજન પણ સંસ્થા દ્વારા વખતો-વખત કરવામાં આવે છે. રાજકોટમાં બનેલી પ્રથમ “સ્કીન બેંક’માં પણ માધવનું અનુદાન રહયુ છે. રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો અને અધિકારી ગણ સહપરિવાર માણી શકે એવા આત્મીય વાતાવરણ સભર ૧૫ જુલાઈનો આવો સમારંભ માધવની ઓળખ બની ગઈ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. એન.ડી.શીલુ (એમ.ડી), ડો. પ્રકાશ મોઢા(ચેરમેન), ડો. કેતન બાવીશી(વાઈસ ચેરમેન), ડો. તત્સ જોષી, તેજશભાઈ પંડ્યા, ભાસ્કરભાઈ રાજયગુરુ, જયંતીભાઈ રાજકોટીયા, એન.સી.બરછા, મહેશભાઈ શીલુ, ડો. મિતાબેન ઓઝા, કલ્પનાબેન શુકલ સહિતના ડીરેકટર્સ મિત્રો સતત પ્રવૃતિશીલ છે.
મોરબી શાખાના દિપકભાઈ વડાલીયા, બોટાદ શાખાના મહેશભાઈ શીલુ, ધોરાજી શાખાના રણછોડભાઈ વઘાસીયા માધવના વિકાસમાં તથા આ પ્રકારના મનોરંજન સમારોહમાં મહત્વનું યોગદાન આપે છે. ચંદ્રેશભાઈ કાપડિયા (જનરલ મેનેજર), આશુતોષભાઈ શીલુ (સી.ઈ.ઓ.), જયવિરસિંહ ઝાલા, વિજય પુરોહીત, વિરેન્દ્ર ચૌહાણ, વિવેકભાઈ શીલુ, મિહીર મહેતા, ચિરાગ મહેતા તથા વિવેક વાગડીયા સહિતના કમૅચારી ગણ અથાગ મહેતન કરી રહ્યા છે.


