રાજયમાં અત્યાર સુધીમાં ૨૧.૭૪ ટકામાં વાવણી
કપાસનું ૯.3૧ લાખ હેકટર અને મગફળીનું ૬.૨૮ લાખ હેકટરમાં વાવેતર : બાજરી-જુવારનું ૮૫3૪ હેકટરમાં વાવણી સંપન્ન થઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
હાલ રાજ્યમાં ચોમાસાએ વિરામ લીધો છે. છેલ્લા બે દિવસમાં એકપણ જિલ્લા-તાલુકામાં વરસાદ નોંધાયો નથી. તો બીજી તરફ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે.
રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે, પરંતુ સાત દિવસ સુધી ભારે વરસાદ કે વાવાઝોડાની કોઈ ચેતવળી નથી. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, હાલમાં ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પર લો પ્રેશર એરિયા સક્રિય છે, જે આગામી 24 કલાકમાં નબળું પડવાની સંભાવના છે. ગુજરાત પર હાલ પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.
ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 18,54,564 હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે, જે રાજ્યના સામાન્ય વાવેતર વિસ્તાર (85,30,803 ક્ટર)ની સામે 21.74% જેટલું નોંધાયું છે. આ વાવેતરમાં કપાસ અને મગફળી મોખરે છે.
ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 18,54,564 હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે, જે રાજ્યના સામાન્ય વાવેતર વિસ્તાર (85,30,803 ક્ટર)ની સામે 21.74% જેટલું નોંધાયું છે.
રાજ્યમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કપાસનું વાવેતર જોરશોરથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં સામાન્ય વિસ્તારના 39.1% વિસ્તારમાં એટલે કે 9,31,926 હેક્ટરમાં કપાસનું સફળ વાવેતર થઈ ગયું છે. તેલીબિયાં પાકોમાં મગફળીનું વાવેતર સૌથી આગળ છે. રાજ્યમાં કુલ 6,28,888 હેક્ટર વિસ્તારમાં મગફળી વવાઈ ચૂકી છે, જે તેના સામાન્ય વિસ્તારના 32.83% જેટલું થાય છે. સોયાબીનનું વાવેતર 35,200 હેક્ટર (12.51%) વિસ્તારમાં પૂર્ણ થયું છે. મગફળી, સોયાબીન, તલ અને એરંડા સહિતના તમામ તેલીબિયાં પાકોનું કુલ વાવેતર 6,66,029 હેક્ટર (22.72%) વિસ્તારમાં થયું છે.
અત્યાર સુધીમાં 30,435 હેક્ટર (3.43%) વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું છે. ⇒ મકાઈ: મકાઈનું વાવેતર 37,101 હેક્ટર (13.1%) વિસ્તારમાં નોંધાયું છે. બાજરીનું વાવેતર 8,534 હેક્ટર (4.76%) અને જુવારનું વાવેતર 540 હેક્ટર (3.22%) વિસ્તારમાં થયું છે. કુલ અનાજ પાકો: રાજ્યમાં કુલ 76,683 હેક્ટર (5.56%) વિસ્તારમાં અનાજ પાકોનું વાવેતર પૂરું થયું છે.
કૃષિ વિભાગના આંકડા દર્શાવે છે કે, ચાલુ સિઝનમાં ખેડૂતોએ કપાસ અને મગફળી જેવા રોકડીયા પાકોના વાવેતરમાં સૌથી વધુ ઉત્સાહ દાખવ્યો છે, જ્યારે અનાજ અને કઠોળનું વાવેતર હજુ પ્રારંભિક તબક્કામાં છે. આગામી દિવસોમાં વરસાદની પ્રગતિ સાથે વાવેતરમાં વધુ વધારો જોવા મળશે.
કઠોળ અને અન્ય પાકો
- કઠોળ પાકો: તુવેર (14,097 હેક્ટર), અડદ (820 હેક્ટર, મગ (540 હેક્ટર) અને અન્ય કઠોળ મળીને કુલ 15,498 હેક્ટર (3.72%) વિસ્તારમાં કઠોળનું વાવેતર થયું છે.
- શાકભાજી: રાજ્યમાં 57,695 હેક્ટર (21.59%) વિસ્તારમાં શાકભાજીનું વાવેતર થયું છે.
- ઘાસચારો: પશુધનના ઘાસચારા માટે કુલ 1,05,757 હેક્ટર (10.38%) વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.


