By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    6 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 week ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: પૂરની શકયતા વાળા વિસ્તારનું ત્રણ ઝોનમાં વિભાજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પૂરની શકયતા વાળા વિસ્તારનું ત્રણ ઝોનમાં વિભાજન

Editor
Last updated: 2026/07/13 at 4:20 PM
2 days ago
Share
પૂરની શકયતા વાળા વિસ્તારનું ત્રણ ઝોનમાં વિભાજન
SHARE

પૂરની શકયતા વાળા વિસ્તારનું ત્રણ ઝોનમાં વિભાજન

 અડધા કલાકમાં પાણી ઓસરી જતાં ૪૯ વિસ્તારનો ગ્રીન ઝોનમાં, એક કલાકમાં પાણીનો નિકાલ થતા 3૯ વિસ્તારો યલો ઝોનમાં અને બે કલાકે પાણી ઓસરતાં પાંચ સંવેદનશીલ વિસ્તારનો રેડ ઝોનમાં સમાવેશ

અગ્ર ગુજરાત, રાજકોટ

ચોમાસાની શરૂઆત થતાંની સાથે સ્માર્ટસિટી રાજકોટના શહેરીજનો માટે ભાંગેલા રોડ-રસ્તા અને રબડીરાજની માથાના દુખાવારૂપ ગંભીર સમસ્યાઓ દર વર્ષની જેમ શરૂ થઈ ગઈ છે. જોકે, આ વર્ષે સુરતની પાણી ભરાવાની ગંભીર સ્થિતિ અને તકલીફોને જોયા બાદ આખરે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર વહેલું જાગ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. ભારે વરસાદની સ્થિતિમાં શહેરના 93 જેટલા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની વિકટ સમસ્યા દર વખતે શહેરીજનોને બાનમાં લે છે.

મહાનગરપાલિકા દ્વારા આ તમામ 93 અસરગ્રસ્ત વિસ્તારોને વરસાદી પાણીના નિકાલની સમયમર્યાદાના આધારે વૈજ્ઞાનિક ઢબે ત્રણ કેટેગરી એટલે કે ગ્રીન ઝોન, યલો ઝોન અને રેડ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જે વિસ્તારોમાં વરસાદ બંધ થયા બાદ અડધા કલાકમાં પાણીનો કુદરતી રીતે નિકાલ થઈ જાય છે તેને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે, જેની સંખ્યા 49 છે. જ્યારે વરસાદ બંધ થયા બાદ એક કલાક સુધી પાણી ભરાયેલું રહે છે તેવા 39 વિસ્તારોને યલો ઝોનમાં મૂકી ત્યાં વિશેષ તકેદારી રાખવાનું નક્કી કરાયું છે. આ સિવાય જ્યાં વરસાદ બંધ થયા બાદ ઓછામાં ઓછા બે કલાક કે તેથી વધુ સમય સુધી પૂર જેવી સ્થિતિ રહે છે અને પાણી ઓસરતું નથી, તેવા પાંચ સૌથી સંવેદનશીલ વિસ્તારોને રેડ ઝોન હેઠળ આવરી લેવાયા છે.

તંત્ર દ્વારા ગ્રીન ઝોન હેઠળ આઇડેન્ટિફાઇ કરાયેલા 49 વિસ્તારોમાં વરસાદી પાણીનો ઝડપભેર નિકાલ થતો હોવાથી ત્યાં સામાન્ય નજર રાખવામાં આવશે. આ વિસ્તારોમાં વોર્ડ 1માં 3, વોર્ડ 2માં 2, વોર્ડ 3માં 1, વોર્ડ 4માં 7, વોર્ડ 5માં 4, વોર્ડ 7માં 4, વોર્ડ 8માં 10, વોર્ડ 11માં 3, વોર્ડ 12માં 7 અને વોર્ડ 18માં 7 વિસ્તારોનો સમાવેશ થાય છે. બીજી તરફ, યલો ઝોનના 39 વિસ્તારો એવા છે જ્યાં મનપાએ વધુ તકેદારી રાખવી પડશે. આમાં વોર્ડ 7માં સદર પેટ્રોલ પંપ પાસે નીચાણવાળો વિસ્તાર હોવાથી અને વોર્ડ 10માં પુષ્કરધામ મેઇન રોડ પર કેવલમ રેસિડન્સી આવાસ યોજના પાસે ખાનગી પ્લોટના કારણે પાણી ભરાય છે, જ્યાં ખાસ પાઇપલાઇન કે ચરેડો કરીને રસ્તા પર પાણીનો નિકાલ કરવાની નોબત આવે છે.

આ સમગ્ર સમસ્યા પાછળ માત્ર કુદરતી પરિબળો જ નહીં, પરંતુ મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના નાના-મોટા વોંકળાની નિયમિત અને સઘન સફાઈનો અભાવ પણ જવાબદાર છે. વાવડી ગામતળ અને વિશ્વકર્મા સોસાયટી મેઇન રોડ જેવા વિસ્તારોમાં વોંકળા વધુ હોવાથી ફરિયાદોનો અંબાર લાગે છે. તેની સામે શહેરીજનો પણ જાગૃત ન હોય તેમ વોંકળામાં આડેધડ કચરો ફેંકતા હોવાથી તમામ વોંકળાઓમાં કાયમ કચરો જમા રહે છે અને પાણીનો પ્રવાહ રુંધાય છે. જોકે, આ વખતે સુરતની સ્થિતિમાંથી પાઠ ભણીને મનપાએ પાણીના નિકાલ માટે અનેક વિસ્તારોમાં 600થી લઈને 900 ડાયામીટરની સ્ટ્રોમ વોટર ડ્રેઇન લાઇન પણ બિછાવી દીધી છે.

નવા વોટરવેની કામગીરી અટકી પડી

શહેરના પાંચ વિસ્તારોને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે, જ્યાં 4 ઇંચથી વધુ વરસાદ પડે ત્યારે સ્થિતિ અત્યંત ગંભીર બને છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડે છે. આ વિસ્તારોમાં વોર્ડ 3નું પોપટપરા નાળું અને હંસરાજનગર વોંકળો શામેલ છે, જ્યાં રેલવે ટ્રેક નીચે નવો વોટરવે બનાવવા માટે રેલવે વિભાગ પાસે મંજૂરી અટકેલી છે. આ ઉપરાંત વોર્ડ 5નો શિવનગર મણીનગર મેઇન રોડ, વોર્ડ 15નો 80 ફૂટ રોડ સત્યમ પાર્ક, વોર્ડ 2નો નહેરૂ નગર-1 આઝાદ ચોક તેમજ વોર્ડ 14ની લલુડી વોંકળીનો સમાવેશ થાય છે. લલુડી વોંકળીનો વિસ્તાર સ્લમ અને અત્યંત નીચાણવાળો હોવાથી જ્યાં સુધી આજી નદીનું જળસ્તર ન ઘટે ત્યાં સુધી પાણી ઓસરતુ

ઝોન મુજબ કર્મચારીઓને જવાબદારી સોંપાઇ

આ ચોમાસામાં શહેરીજનોને હાલાકી ન ભોગવવી પડે તે માટે મનપાનો સ્ટાફ સંપૂર્ણપણે ખડેપગે અને એલર્ટ મોડ પર રહેશે. વિસ્તારોની ગંભીરતા અને ઝોન મુજબ ખાસ કર્મચારીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી ક્યાંય પણ કચરો ફસાવાના કારણે પાણી ભરાય તો તેને તુરંત દૂર કરી શકાય. આ કામગીરીના ચોક્કસ મોનિટરિંગ માટે વોર્ડના જવાબદાર કર્મચારીઓથી લઈને સીધા સિટી એન્જિનિયરો સુધીની એક મજબૂત કડી અને ટીમ તૈયાર કરવામાં આવી છે, જે રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરશે. તેમજ સુરત જેવી આફત રાજકોટમાં ન સર્જાય તે માટે કોર્પોરેશનના તમામ કર્મચારીઓને ખાસ ફરજમાં જોડી દેવામાં આવ્યા છે. ત્યારે હવે ભારે વરસાદમાં રાજકોટમાં પાણી ભરાય છે કે નહીં તે જોવું રહ્યું.

 

You Might Also Like

વેપન કાર્ટેલ રેકેટમાં વધુ બે શખ્સોને ત્રણ દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી લેતી PCB

પતિ-પુત્રને મારી નાખીશ’ કહી રિક્ષા ચાલકે ચાર વર્ષ સુધી પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

ભારવિ અને સાહિત્યસેતુ દ્વારા ત્યાં પહોંચ્યા સંજુ વાળાનો કાર્યક્રમ યોજાયો

ગોંડલમાં રૂરલ SOG એ નામચીન પેડલરને 2.79 લાખના ગાંજા સાથે ઝડપી લીધો

સહકાર ભારતીના સ્થાપક લક્ષ્મણરાવ ઇનામદાર વકીલ સાહેબની પુણ્યતિથિએ શ્રદ્ધા સુમન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
18 જુલાઈ પછી મેઘરાજા કરશે ધમાકેદાર વાપસી
રાષ્ટ્રિય

18 જુલાઈ પછી મેઘરાજા કરશે ધમાકેદાર વાપસી

Editor By Editor 2 days ago
કાઠીયાવાડ બાલાશ્રમના મુખ્ય દાતા રાજવી પરિવારના સ્વજનોનું સંસ્થા દ્વારા સન્માન
ગોંડલમાં તંત્રનું બુલડોઝર ફર્યું: પાંજરાપોળ પુલ નજીકના ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત
તેલની તેજી, રૂપિયામાં નબળાઈ અને MCXમાં ઉથલપાથલ વચ્ચે શેરબજારમાં રિકવરી
શિક્ષણવિદ્દ ડૉ. બળવંતભાઈ જાનીને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ-૨૦૨૫ એનાયત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?