મોટાદડવાની પરિણીતાએ બ્લેક મેઇલીંગથી કંટાળી પુત્રી સાથે કર્યો તો આપઘાત
ઘટનાના પગલે ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે લીધી મુલાકાત
અગ્ર ગુજરાત, મોટાદડવા
ગોંડલના મોટા દડવાની બે દિવસ પહેલા પુત્રી સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. જેમાં પરણિતાએ બ્લેકમેઇલથી કંટાળી પુત્રી સાથે મોત મીઠું કર્યું હોવાનું સામે આવ્યું છે. આ બ્લેકમેઇલિંગની ઘટનામાં માતા પુત્રી કૂવામાં જંપલાવી આપઘાતના કેસમાં પરિવારજનોની મુલાકાતે એસ.પી ગુર્જર દ્વારા સાંત્વના સાથે કાયદાકીય પગલાં લઈ તટસ્થ સાથે પરિવારજનો ને ન્યાય મળે તેવી ખાત્રી આપી હતી સાથે ગામમાં આવી ઘટના ને લઈ એસ.પી ગુર્જર જણાવ્યું હતું કે કોઈપણ માથાભરે તત્વો સામે પોલીસની મદદ લઈ આગળ આવો રજુઆત કરો ગુનેગારોને ડામવા અમે કટિબદ્ધ છીએ સાથે મોટાદડવા સરપંચ ભુપતભાઇ વાળાએ રજુઆત કરતા જણાવ્યુ હતુ કે ગામમાં દારૂ વ્યસન થી આવી ઘટના વારંવાર બને છે જો દારૂ સદંતર બંધ કરવા માટે પોલીસ તંત્ર અમારી સાથે રહી ગામમાં થતું વેચાણ બંધ કરવા રજુઆત કરાઈ સાહેબ દ્વારા આટકોટ પી.આઈ રાઠોડ ને આ બાબત ધ્યાન દોર્યું તાત્કાલિક એક્શન લેવા જણાવ્યું હતું આ તકે એસ.પી મૃતજનો પરિવાર ના ઘરે એકદમ સાદાઈ સાથે ભારતીય આસન પર બેસી શ્રદ્ધાજલી પાઠવી હતી.


