By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    6 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિદેશ પ્રવાસ અને સસ્તા આઈફોનની લાલચમાં 9 લોકો સાથે 50 લાખની ઠગાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

વિદેશ પ્રવાસ અને સસ્તા આઈફોનની લાલચમાં 9 લોકો સાથે 50 લાખની ઠગાઈ

Editor
Last updated: 2026/07/27 at 4:56 PM
2 days ago
Share
વિદેશ પ્રવાસ અને સસ્તા આઈફોનની લાલચમાં 9 લોકો સાથે 50 લાખની ઠગાઈ
SHARE

વિદેશ પ્રવાસ અને સસ્તા આઈફોનની લાલચમાં 9 લોકો સાથે 50 લાખની ઠગાઈ

ટ્રાવેલ એજન્સી ચલાવતું દંપતી નાણા ઉસેડી ઓફિસ બંધ કરી ફરાર થતાં પોલીસે શોધખોળ હાથ ધરી

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં વિદેશ પ્રવાસના સપના બતાવી અને દુબઈથી સસ્તા ભાવે અસલી આઈફોન અપાવવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નાનામાવા સર્કલ નજીક કાર્યરત એક ટ્રાવેલ એજન્સીના સંચાલક દંપતીએ આકર્ષક ટૂર પેકેજ અને મોબાઇલ ફોનની ઓફરો આપીને અનેક લોકોને વિશ્વાસમાં લીધા બાદ રૂ. 50.07 લાખ જેટલી રકમ વસૂલી લીધી હતી. ત્યારબાદ ટૂરની કોઈ વ્યવસ્થા ન કરતાં અને ઓફિસ બંધ કરીને ફરાર થઈ જતાં આખો ભાંડો ફૂટ્યો હતો.
મળતી માહિતી મુજબ, નાનામાવા રોડ વિસ્તારમાં રહેતા અને કેમિસ્ટ્રીના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ભરતકુમાર મુળાભાઈ વાઢેર સહિત કુલ નવ લોકો આ કથિત છેતરપિંડીનો ભોગ બન્યા છે. તમામ પીડિતોએ અલગ-અલગ વિદેશ પ્રવાસ માટે તેમજ આઈફોન ખરીદવા માટે ટ્રાવેલ એજન્સીને મોટી રકમ ચૂકવી હતી. શરૂઆતમાં એજન્સી તરફથી વિશ્વાસપાત્ર વાતો કરવામાં આવતી હોવાથી કોઈને શંકા પણ ગઈ નહોતી.
તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ‘ફેસ્ટિવ હોલિડેઝ’ નામની ટ્રાવેલ એજન્સી ચલાવતા અભિનવ હિતેષભાઈ પટેલ અને તેની પત્ની ધારા અભિનવ પટેલ ગ્રાહકોને વિયેતનામ, જાપાન, હોંગકોંગ, બાલી, સિંગાપોર અને મલેશિયા જેવા લોકપ્રિય પ્રવાસન સ્થળોના અત્યંત સસ્તા ટૂર પેકેજ ઓફર કરતા હતા. એટલું જ નહીં, દુબઈથી બજારભાવ કરતાં ઘણા ઓછા ભાવે અસલી આઈફોન મંગાવી આપવાની ખાતરી પણ આપવામાં આવતી હતી. આ આકર્ષક ઓફરોના કારણે અનેક લોકોએ લાખો રૂપિયાની ચુકવણી કરી હતી.
રકમ ચૂકવ્યા બાદ જ્યારે ટૂરની તારીખ નજીક આવવા લાગી ત્યારે ગ્રાહકો દ્વારા ફ્લાઈટ ટિકિટ, હોટેલ બુકિંગ અને વિઝા સહિતની વિગતો માંગવામાં આવતી હતી. જોકે, દર વખતે કોઈને કોઈ બહાનું રજૂ કરવામાં આવતું હતું. ક્યારેક ટેકનિકલ સમસ્યા, તો ક્યારેક એરલાઈન અથવા વિઝા પ્રક્રિયામાં વિલંબ હોવાનું કહીને સમય પસાર કરવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી કોઈ સ્પષ્ટ જવાબ ન મળતાં ગ્રાહકોને શંકા જાગી હતી. આખરે પીડિતો જ્યારે ટ્રાવેલ એજન્સીની ઓફિસે પહોંચ્યા ત્યારે ઓફિસ બંધ હાલતમાં જોવા મળી હતી. આસપાસના લોકોએ પણ સંચાલક દંપતી છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળ્યા ન હોવાનું જણાવ્યું હતું. આથી ગ્રાહકોને સમજાઈ ગયું કે તેમની સાથે સુનિયોજિત રીતે છેતરપિંડી કરવામાં આવી છે. ત્યારબાદ તમામ પીડિતો એકત્ર થઈ કાયદાકીય કાર્યવાહી માટે આગળ આવ્યા હતા.
સમગ્ર મામલે ભરતકુમાર વાઢેર સહિતના ભોગ બનનારાઓએ રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અભિનવ પટેલ અને ધારા પટેલ વિરુદ્ધ છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં અંદાજે રૂ. 50.07 લાખની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે, જોકે તપાસ આગળ વધતાં આ આંકડો વધવાની પણ શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે. પોલીસે ફરાર દંપતીને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. તેમના મોબાઇલ ફોન, બેંક ખાતાં, નાણાકીય વ્યવહારો તેમજ સંભવિત ઠેકાણાં અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. સાથે જ અન્ય કોઈ લોકો પણ આ જ મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યા હોય તો તેઓએ આગળ આવી પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
આ ઘટનાએ ફરી એક વખત દર્શાવ્યું છે કે અત્યંત સસ્તા વિદેશ પ્રવાસ, અવિશ્વસનીય ડિસ્કાઉન્ટ અથવા બજારભાવ કરતાં ઘણી ઓછી કિંમતે મળતી વસ્તુઓની લાલચમાં આવીને મોટી રકમ ચૂકવતા પહેલાં સંબંધિત એજન્સીની વિશ્વસનીયતા, નોંધણી અને અગાઉના ગ્રાહકોના અનુભવની ખાતરી કરવી અત્યંત જરૂરી છે. હાલ સમગ્ર પ્રકરણમાં પોલીસની તપાસ ચાલુ છે અને ફરાર દંપતીની ધરપકડ બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

You Might Also Like

સાવરકુંડલામાં ફટાકડા ફેકટરીમાં આગ: ૧૭ વર્ષના કિશોરનું મોત

રાજુલાના હિંડોરણા ગામે સતનામ પંજાબી ઢાબામાં ગેસ સિલિન્ડર લીંકેજ થતાં બ્લાસ્ટ: ૬ લોકો દાઝ્યા

જેતપુરમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ

 ગોંડલ પાલિકાના જનરલ બોર્ડમાં ટ્રાફિક અને દબાણ પ્રશ્ને લેવાયા આકરા નિર્ણયો

સાવરકુંડલાના ગીણીયા ગામ ની સખી સેન્હમીલન નુ અનોખું આયોજન શિબિર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હાઈકોર્ટ બેન્ચની માંગ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોની એક દિવસીય પ્રતિક હડતાળ
ગુજરાતરાજકોટ

હાઈકોર્ટ બેન્ચની માંગ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોની એક દિવસીય પ્રતિક હડતાળ

Editor By Editor 11 hours ago
અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમ “માઁ અંબા જગદંબાનો મહિમા” ભવ્ય રીતે સંપન્ન
રાજકોટને ડૂબતુ બચાવવા ગીરગંગા ટ્રસ્ટના સૂચનો
ફિઝિક્સ ભવનના 10 છાત્રો ને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મળી તક
રાજકોટથી પસાર થતી ૧૦૦થી વધારે ટ્રેન પ્રભાવિત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?