વોર્ડ નં.૫ મચ્છરોનું ઘર, લારવા મળતા ૧૧૭ આસામીઓને નોટીસ
આરોગ્યની ૧૫૭ ટીમ દ્વારા ૧૯૨૨૭ ઘરમાં ચકાસણી: શંકાસ્પદ ૬૫ વ્યક્તિના લોહીના નમૂના લેવાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
ચોમાસાની ઋતુને ઘ્યાને લઇને વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણને અનુલક્ષીને જાહેર આરોગ્યના હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૪/૦૮/૨૦૨૬ થી શરૂ કરવામાં આવેલ “વન-ડે-વન-વોર્ડ” કાર્યક્રમ અંતર્ગત તા.૧૦/૦૮/૨૦૨૬ ના રોજ વોર્ડ નં. ૫ વાહક નિયંત્રણની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.
આગામી દિવસોમાં બાકી રહેતાં વોર્ડમાં આ ઝુંબેશ હાથ ઘરવામાં આવનાર છે. જેમાં દરરોજ એક-એક વોર્ડમાં આરોગ્ય વિભાગના અધિકારી / કર્મચારીઓ, ફિલ્ડવર્કર, MPHW, અર્બન ASHA ઘરે-ઘરે જઈને વાહક નિયંત્રણની જુદી – જુદી પ્રવૃતીઓ કરાવવામાં આવી રહી છે.
જેમાં વોર્ડ નં.૪ માં ૧૯,૨૨૭ ઘરની મુલાકાત લઇ ૮૩,૦૧૯ પાત્રો ચકાસવામાં આવેલ છે. જેમાંથી ૬૨૭ ઘરમાં પોરા જોવા મળતા તેનો નાશ કરવામાં આવેલ છે. ૧૪૧ બિનરહેણાંક એકમોની તપાસ કરવામાં આવેલ છે તથા મચ્છર ઉત્પતિ સબબ ૧૧૭ આસામીઓને નોટીસ આ૫વામાં આવેલ છે. ફિવર સર્વે દરમ્યાન ૬૫ વ્યકિતઓના લોહીના નમુના લેવામાં આવેલ.
આ ઝુંબેશ દરમ્યાન લગત વોર્ડમાં વોર્ડ નં. ૫ ના કોર્પોરેટરશ્રી રસીલાબેન પ્રવીણભાઇ સાકરીયા, કોર્પોરેટરશ્રી સ્મિતાબેન બિપીનભાઇ ગોહિલ અને સ્થાનિક આગેવાનો ૫ણ ઉ૫સ્થિત રહેલ હતા તથા ‘’વન – ડે – થ્રી – વોર્ડ’’ ઝુંબેશ ને સફળ બનાવવા લોકોને મચ્છર ઉત્પતિ અટકાયતી ઝુંબેશમાં સહકાર આ૫વા અપીલ કરવામાં આવેલ છે.
વાહકજન્યે રોગોથી બચવા જનભાગીદારી એક મહત્વ્નું ૫રિબળ છે. મચ્છવરથી થતા રોગો અને મચ્છલર ઉત્૫તિ અટકાવવા પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્તિ ઢાંકીને રાખીએ તથા જે પાત્રો ઢાંકી શકાય તેમ ન હોય તેને અઠવાડીયામાં એકવાર ખાલી કરી, ઘસીને યોગ્યવ રીતે સાફ કરી સુકવ્યા બાદ તેને ફરીથી ઉ૫યોગમાં લઇએ. વરસાદ ૫હેલા અગાસી / ફળીયામાં રહેલ ભંગાર દુર કરીએ. ૫ક્ષીકુંજ અને ૫શુને પીવાની કુંડી નિયમીત સાફ કરીએ. ખુલ્લાણ રહેતા મોટા પાણી ભરેલ પાત્રોમાં પોરાભક્ષક માછલી મુકીએ.
મચ્છારના કરડવાથી બચવા માટે મચ્છકરદાની, મોસ્ક્યુટો રીપેલન્ટન, મચ્છ ર અગરબતી નો ઉ૫યોગ કરીએ તથા તાવ આવે તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર માં લોહીની તપાસ કરાવીએ, લોહીનું નિદાન અને સારવાર દરેક આરોગ્યવ કેન્દ્રનમાં વિનામુલ્યેી ઉ૫લબ્ઘા છે તેમ જણાવ્યું છે.


