ગુજરાતમાં ચાર-ચાર સિસ્ટમ સક્રિય
વિજળીના કડાકા-ભડાકા સાથે મઘ્યમ વરસાદની આગાહી
આવતીકાલથી ત્રણ દિવસ મેઘરાજા મહેરબાન થશે, સપ્ટેમ્બરમાં પણ વરસાદ ભુક્કા બોલાવશે: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચેતવણી
અગ્ર ગુજરાત, રાજકોટ
હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હાલ ગુજરાત પર ચાર-ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં લો પ્રેશર એરીયા, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સિયર ઝોનનો સમાવેશ થાય છે. જેના કારણે આગામી 3 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા અને વાવ-થરાદમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં વીજળીના કડાકા થવાની આગાહી છે.
બીજીતરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આજથી રાજ્યના ધણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આગામી 13 ઓગસ્ટ સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જેમાં મહિસાગર, પંચમહાલ અને દાહોદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આ તરફ મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં ભાગોમાં વરસાદની ખાસ શક્યતા છે, જ્યારે બનાસકાંઠા અને પાટણમાં પણ વરસાદની શક્યતા છે. 13 અને 14 ઓગસ્ટના રોજ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. જેની અસર પૂર્વ ભારતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. આ લો પ્રેશરની અસર ગુજરાત પર જોવા મળશે નહીં. જો કે, આગામી 14-15 ઓગસ્ટ બાદ મોન્સુનનો બ્રેક આવવાની શક્યતા રહેશે. જેના કારણે હવામાનમાં ઉઘાડ નીકળવાની શક્યતા રહેશે.
જ્યારબાદ 17,18 અને 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો આવશે. જેના કારણે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હવામાન નિષ્ણાતે જણાવ્યું કે, આગામી 22-23 ઓગસ્ટે વરસાદી ઝાપટાની શક્યતા છે. ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારબાદ બંગાળના ઉપસાગરમાં એક પછી એક લો પ્રેસર સિસ્ટમ બનશે. જેના કારણે 25થી 28 ઓગસ્ટે વરસાદી ઝાપટા વધવાની શક્યતા છે. 31 ઓગસ્ટે નક્ષત્ર બદલાવથી વરસાદની શક્યતા છે.
આ સાથે અંબાલાલે જણાવ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં પણ હવામાનમાં પલટો આવશે. જેથી રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલની આગાહી પ્રમાણે ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.


