ઈન્ફીનીટી લેડીઝ કલબ દ્વારા ઓપન કૂકિંગ કોમ્પિટીશન અને પાણીપુરી સ્પર્ધાનું આયોજન
પેસિફિક જ્વેલર્સના સહયોગથી ૨૨ ઓગસ્ટે હોટેલ નોવા ખાતે યોજાશે સ્પર્ધા; વિજેતાઓ અને ભાગ લેનાર તમામ મહિલાઓ માટે આકર્ષક ઈનામો અને ભેટ
અગ્ર ગુજરાત, રાજકોટ:
મહિલાઓની રસોઈકળા અને ઉત્સાહને પ્રોત્સાહિત કરવાના હેતુથી ઈન્ફીનીટી લેડીઝ કલબ દ્વારા ‘પેસિફિક જ્વેલર્સ’ના સહયોગથી આગામી તા. ૨૨-૦૮-૨૦૨૬, શનિવારના રોજ બપોરે ૩:૦૦ વાગ્યાથી ફૂલછાબ ચોક, ગીરનાર સિનેમા પાસે આવેલી હોટેલ નોવા ખાતે ‘ઓપન રાજકોટ કૂકિંગ કોમ્પિટીશન’નું આયોજન કરવામાં આવ્યું છે.
કૂકિંગ સ્પર્ધામાં સ્ટાર્ટર અને મીઠાઈ (લિક્વિડ સિવાય) એમ બે કેટેગરી રાખવામાં આવી છે. ઈચ્છુક મહિલાઓ બંનેમાંથી કોઈ એક અથવા બંને કેટેગરીમાં ભાગ લઈ શકે છે. સ્પર્ધકોએ ડિશ ઘરેથી તૈયાર કરીને લાવવાની રહેશે અને સ્થળ પર ૧૦ મિનિટનું પ્રેઝન્ટેશન આપવાનું રહેશે. સ્પર્ધાની ફી પ્રતિ કેટેગરી ₹૨૦૦/- છે. રસોઈ સ્પર્ધા ઉપરાંત અન્ય મહિલાઓ માટે ખાસ ૧ મિનિટ પાણીપુરી ખાવાની સ્પર્ધા અને વિવિધ રમતોનું આયોજન કરાયું છે, જેની ફી પણ ₹૨૦૦/- રાખવામાં આવી છે.
ભાગ લેનાર તમામ મહિલાઓને ધનુષ ટેટુ તરફથી ફ્રી ટેમ્પરરી ટેટુ, ભગવતી ગ્રુપ તરફથી બેસન પેકેટ-મસાલો, નેન્સી ગૃહ ઉદ્યોગ તરફથી પાપડ, અથાણું અને હિંગ, H2O હાઈજીન તરફથી પીરિયડ પેન્ટી, ઓમ સ્કીન ક્લિનિક તરફથી ફ્રી કન્સલ્ટિંગ, સ્ટર્લિંગ હોસ્પિટલ તરફથી હેલ્થ ચેકઅપ અને ક્રિષ્નક્ષ હોમ કેર તરફથી સ્યોર કિટ ભેટ આપાશે.
વિજેતાઓને ઉમેશ મોબાઈલ, VNS પર્ફ્યુમ, વિકાસ નોનસ્ટિક, વાઈવા કોસ્મેટિક, વાઈટલ સ્કીન કેર, કૃતિત્વ આર્ટ સ્ટુડિયો અને શ્રીજી ટ્રોફી (અશ્વિનભાઈ ચંદારાણા) તરફથી ટ્રોફી તથા ઈનામો આપી પ્રોત્સાહિત કરાશે.
સ્પર્ધામાં નામ નોંધાવવાની છેલ્લી તા.૨૦-૮-૨૦૨૬ છે. રજિસ્ટ્રેશન અને વધુ માહિતી માટે હીર રાણપરા (૯૦૩૩૩૩૩૦૦૮) અથવા રચના રૂપારેલ (૮૯૮૦૬ ૬૯૯૫૭)નો સંપર્ક કરવા આયોજક રચના રૂપારેલ, હીર રાણપરા, નિકી લાખાણી અને દિવ્યા દત્તાણી દ્વારા જણાવાયું છે.


