પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર પર્વની આન, બાન અને શાનથી ઉજવણી
અરવિંદભાઈ લાખાણી દ્વારા ધ્વજારોહણ તથા ટ્રસ્ટના બાળકો દ્વારા દેશભક્તિથી તરબોળ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના ભવન “કલ્લોલ”, ૧-મયુરનગર ખાતે ટ્રસ્ટની પરંપરા અનુસાર ૧૫ ઓગષ્ટના રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિવસની તિરંગો લહેરાવી આન બાન અને શાન થી ઉજવણી કરવામાં આવેલ હતી.
ટ્રસ્ટના આંગણે મોટી સંખ્યામાં ઉપસ્થિત ટ્રસ્ટના વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ અને મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન અને જાણીતા ઉદ્યોગપતિ અરવિંદભાઈ લાખાણી એ તિરંગો લહેરાવી સલામી આપી હતી જેને ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ અનુસરીને રાષ્ટ્રગીત જન ગણ મન અને રાષ્ટ્રીય ગાન વંદે માતરમ ગાવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટની શુભેચ્છા પાઠવતા અરવિંદભાઈ લાખાણી એ જણાવ્યું હતું કે આપણે ઘણા સંઘર્ષ બાદ આઝાદી મેળવી છે જેના માટે અસંખ્ય લોકોએ બલિદાન આપ્યા છે ત્યારે આપણા સૌની નૈતિક જવાબદારી બને છે કે આ આઝાદીનું સારી રીતે જતન કરીએ, અને એક સારા અને આદર્શ નાગરિક બની દેશની પ્રગતિમા સહભાગી બનીએ, દેશમાં સ્થિરતા જળવાય રહે તેવા હંમેશા પ્રયત્નો કરતા રહીએ તેમ કહી સૌને સ્વાતંત્ર દિનની શુભેચ્છા પાઠવી હતી.
આજના આ ધ્વજારોહણ કાર્યક્રમનું સંચાલન તથા આભાર વિધિ ટ્રસ્ટના હસુભાઈ ગણાત્રાએ કર્યું હતું.
ધ્વજારોહણ કાર્યક્રમ બાદ ટ્રસ્ટના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં એક એક થી ચડિયાતી ૧૪ કૃતિઓ રજૂ કરવામાં આવેલ પ્રત્યેક કૃતિઓને તાલીઓના ગડગડાટથી વધાવવામાં આવી હતી તેમાં પણ ધો.૭ના વિદ્યાર્થી દર્શિલ વિરાણીએ સરદાર પટેલ નું જીવન ચરિત્ર છઠ્ઠાદાર સ્પીચમાં વર્ણવ્યું હતું. જેમને પ્રેક્ષક અને શ્રોતાએ ખૂબ તાલીઓથી વધાવેલ હતું. આ ઉપરાંત ચાંદેગરા ઓમ એ પણ ૧૯૪૭ થી ૨૦૨૬ના ભારતનાં ચિત્રની ઝાંખી કરાવી હતી વિદ્યાર્થીનીઓ દ્વારા પણ કથક નૃત્ય દેશભક્તિ ફ્યુઝન સોંગ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા પિરામિડ, સૂર્ય નમસ્કાર વગેરે એક એક થી ચડયાતી કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સર્વેની દાદ મેળવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન ભોજાણી ગોપી અને સુરાણી હીતીક્ષા દ્વારા કરવામાં આવેલ હતું.
આજનો આ સમગ્ર કાર્યક્રમ ટ્રસ્ટના ચેર પર્સન અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન અંતર્ગત આયોજિત કરવામાં આવેલ હતો.
કાર્યક્રમમાં અંજલીબેન રૂપાણી ઉપરાંત ડો.મેહુલભાઈ રૂપાણી, ઋષભભાઈ રૂપાણી, અદીતીબેન રૂપાણી, રાજકીય આગેવાન નરેન્દ્રસિંહ ઠાકોર, હરીશભાઈ શાહ, જયસુખભાઈ ડાભી, શૈલેષભાઈ વ્યાસ, કેતનભાઇ મેસવાણી, મુકેશભાઈ મહેતા, હસુભાઈ ગણાત્રા, ઉમેશભાઈ કુંડલીયા, કિશોરભાઈ ગમારા, એન.જી.પરમાર, જીજ્ઞેશ રત્નોતર, રવજીભાઈ દવેરા, હરેશભાઈ ચાંચીયા, અશીષભાઈ દાવડા, હરેશભાઈ કાપડિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનમાં ભાવિનભાઈ ભટ્ટ ,સાગરભાઇ પાટીલ, શિતલબા ઝાલા, પ્રેમભાઈ જોષી, અંજનાબેન રત્નોતર, અંજનાબેન સારેસા, પૂજાબેન પરમાર, પ્રીતીબેન મેહતા, ધાનીબેન મકવાણા, હાજરાબેન બુંભાણીઠેબા, શીંગ રીનારાની, નયનાબેન ડાભી, કાંતિભાઈ નિરંજની, અનિલભાઈ ચાવડા, પ્રવીણભાઈ વેકરીયા વગેરે એ જહેમત ઉઠાવી હતી
વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.૦૨૮૧-૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.


