મનનો મોરલીયો રટે તારું નામ, અમારા નગર પધારો ઘનશ્યામ…
રાજકોટમાં વિહીપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આવતીકાલે ભવ્ય તાવા પ્રસાદ અને શીલ્ડ વિતરણ
મહોત્સવની ‘નિધિ સમિતિ’ના સભ્યોની વિધિવત નિમણૂક કરાઈ; અપૂર્વમુનિ સ્વામી આશીર્વચન પાઠવશે અને નવી થીમનું અનાવરણ કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરને ગોકુળિયું બનાવવા અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવને દિવ્ય સ્વરૂપે ઉજવવાના આયોજનના ભાગરૂપે વિહીપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહોત્સવના આયોજનને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે માર્ગદર્શક સમિતિ અને હોદ્દેદારો દ્વારા સર્વસંમતિથી ‘નિધિ સમિતિ’ના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિ નાણાકીય સંકલન અને વિવિધ વ્યવસ્થાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
નિધિ સમિતિમાં નિમણૂક પામેલા સભ્યોમાં ડો. મનીષ ગોસાઈ, અજયભાઈ વાડોલીયા, આલાપભાઈ બારાઈ, સુરેશભાઈ પાટીલ, કમલેશભાઈ ગમારા, મનીષભાઈ વડેરીયા, લાખાભાઈ કનારા, રવિભાઈ ત્રાપજીયા, અશોકસિંહ ડોડીયા, દિલીપભાઈ સોલંકી, કિરીટસિંહ ડોડીયા, વિપુલભાઈ ગજ્જર, કુલદીપભાઈ વિસાણી, સંજયભાઈ ગોસ્વામી, ચેતનભાઈ આસોદરીયા અને રાકેશભાઈ ગોસ્વામીની નિધિ સમિતિમાં વરણી કરવામાં આવી છે.
જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત આવતીકાલે શનિવારે વિજેતાઓના સન્માન અને તાવા પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સાંજે સાંજે ૬:૩૦ કલાકે BAPS સ્વામિનારાયણ મંદિર, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ગત વર્ષના જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત યોજાયેલી લતા સુશોભન, ફ્લોટ સુશોભન તેમજ તાજેતરમાં યોજાયેલી સૂત્ર સ્પર્ધાના વિજેતાઓને શીલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત, આ વર્ષના જન્માષ્ટમી મહોત્સવની વિશેષ ‘થીમ’નું પાવન સંતોના હસ્તે અનાવરણ કરવામાં આવશે. પૂજ્ય સંત અપૂર્વમુનિ સ્વામીજી ખાસ ઉપસ્થિત રહીને ભક્તજનોને આશીર્વચન આપશે.
મહોત્સવ સમિતિના અધ્યક્ષ રાજાભાઈ વાવડી, ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાળા અને ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલિયા દ્વારા તમામ રાસ મંડળો, ગોપી મંડળો, સનાતન સંસ્થાઓ, વેપારી મંડળો, સ્વયંસેવકો અને રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય પ્રસંગમાં પરિવાર સાથે ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા અને તાવા પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


