By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    4 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: માણસાના વાળમાંથી ગુજરાતમાં બનશે ઈથેનોલ!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદગુજરાત

માણસાના વાળમાંથી ગુજરાતમાં બનશે ઈથેનોલ!

Editor
Last updated: 2026/10/30 at 4:27 PM
10 minutes ago
Share
માણસાના વાળમાંથી ગુજરાતમાં બનશે ઈથેનોલ!
SHARE

ગુજરાતનો ટેક્નોલોજી ક્ષેત્રે ગ્રોથ

માણસાના વાળમાંથી ગુજરાતમાં બનશે ઈથેનોલ!

રાજ્યની ટેકનોફેસ્ટ ગ્લોબલ કંપનીએ BioMakers સાથે મળીને અનોખી ટેકનોલોજી વિકસાવી હોવાનો દાવો

IMPHA ટેકનોલોજી દ્વારા વાળમાં રહેલા કેરાટીન પ્રોટીનને તોડીને અને ખાસ કેમિકલ પ્રક્રીયામાંથી પસાર કરીને બાયો ઈથેનોલમાં રૂપાંતરીત કરાયું: સફળ પરિક્ષણનો દાવો

અગ્ર ગુજરાત, અમદાવાદ

ભારતમાં હાલમાં ઇથેનોલને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. E10 અને E20 બાદ હવે આપણા દેશમાં E100ને પણ મંજૂરી મળી ગઈ છે. બીજી તરફ, અનેક કંપનીઓ 100 ટકા ઇથેનોલ પર ચાલે તેવી ગાડીઓ પણ તૈયાર કરી રહી છે. આ દરમિયાન એક ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. હવે માણસના વાળમાંથી પણ ઇથેનોલ બનાવવામાં આવશે! ગુજરાતની કંપની ટેક્નોફેસ્ટ ગ્લોબલે BioMakerz સાથે મળીને એક અનોખી ટેક્નોલોજી વિકસાવી હોવાનો દાવો કર્યો છે. આ ટેક્નોલોજીની મદદથી નકામા માણસના વાળમાંથી બાયોઇથેનોલ બનાવી શકાય છે.

વાળમાંથી ઇંધણ બનાવવાની આ પ્રક્રિયા સાંભળવામાં જેટલી વિચિત્ર લાગે છે, એટલી જ જટિલ પણ છે. કારણ કે માણસના વાળમાં કેરાટિન નામનું પ્રોટીન હોય છે. જે સરળતાથી નાશ પામતું નથી. પરંપરાગત પદ્ધતિથી શેરડી કે મકાઈની જેમ વાળને સડાવીને અથવા ફર્મેન્ટેશન દ્વારા આલ્કોહોલમાં ફેરવવાનું શક્ય નથી. કંપનીનો દાવો છે કે તેણે IMPHA નામની ટેક્નોલોજી તૈયાર કરી છે. આ ટેક્નોલોજી દ્વારા વાળમાં રહેલા કેરાટિન પ્રોટીનને તોડીને અને ખાસ કેમિકલ પ્રક્રિયામાંથી પસાર કરીને બાયોઇથેનોલમાં રૂપાંતરિત કરવામાં આવે છે. કંપનીએ તાજેતરમાં લગભગ 100 લિટરની ક્ષમતા ધરાવતા નાના રિસર્ચ પ્લાન્ટમાં તેનું સફળ પરીક્ષણ કર્યું હોવાનો પણ દાવો કર્યો છે.

જો વાળમાંથી ઇથેનોલ બનાવવાનો આ પ્રોજેક્ટ વ્યાપારી સ્તરે સફળ થાય છે, તો તે દેશની અર્થવ્યવસ્થા અને કૃષિ ક્ષેત્ર માટે મોટો ફેરફાર સાબિત થઈ શકે છે. હાલમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાનો લક્ષ્‍યાંક પૂર્ણ કરવા માટે મોટા પ્રમાણમાં શેરડી અને અનાજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વાળનો ઉપયોગ કરીને ઇથેનોલ બનાવવામાં સફળતા મળે તો ફૂડ વર્સેસ ફ્યુઅલ એટલે કે ખાદ્ય પદાર્થો અને ઇંધણ વચ્ચેની ખેંચતાણની સમસ્યામાં ઘટાડો થઈ શકે છે. આ માટે વધારાની ફળદ્રુપ ખેતીની જમીન કે પાણીની જરૂરિયાત પણ નહીં રહે. કારણ કે કપાયેલા વાળ એક પ્રકારનો વેસ્ટ પ્રોડક્ટ છે. જે સામાન્ય રીતે કચરા તરીકે ફેંકી દેવામાં આવે છે.

ટેક્નોલોજી સામે આવનાર પડકારો

વાળમાંથી ઇથેનોલ બનાવવાની પ્રક્રિયામાં અનેક પડકારો પણ છે. આ ટેક્નોલોજીને સફળ બનાવવી સરળ નહીં હોય. સૌથી મોટો પડકાર દેશભરના હજારો સલૂન અને બ્યુટી પાર્લરમાંથી નીકળતા વાળને મોટા પાયે એકત્રિત કરવાનો છે. આ ઉપરાંત, વાળમાં લાગેલા શેમ્પૂ, તેલ, ડાઇ અને અન્ય કેમિકલ્સને સાફ કરવા તથા ત્યારબાદ તેને પ્રોસેસિંગ યુનિટ સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ અને ખર્ચાળ બની શકે છે. આ તમામ પ્રક્રિયાઓને મોટા પાયે અમલમાં મૂકવા માટે યોગ્ય આયોજન અને ખર્ચનું સંચાલન જરૂરી બનશે.

સફળતા તરફ સૌની નજર

એકંદરે જોઈએ તો ગુજરાતના આ સ્ટાર્ટઅપનો આ દાવો ભવિષ્યની ઊર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક રસપ્રદ અને નવીન વિચાર રજૂ કરે છે. ભારત જેવા દેશમાં જ્યાં ક્રૂડ ઓઇલની આયાત પાછળ મોટી રકમ ખર્ચવામાં આવે છે અને એનર્જી સિક્યોરિટી એક મોટો મુદ્દો છે, ત્યાં કચરામાંથી ઇંધણ બનાવવાના આવા પ્રયાસો મહત્ત્વપૂર્ણ બની શકે છે. જો આવનારા સમયમાં આ ટેક્નોલોજી વૈજ્ઞાનિક અને આર્થિક માપદંડો પર સંપૂર્ણપણે સફળ સાબિત થાય છે, તો તે દેશના બાયોફ્યુઅલ કાર્યક્રમને નવી દિશા આપી શકે છે. જોકે, વાળમાંથી બનેલું ઇથેનોલ સામાન્ય લોકોની ગાડીઓની ટાંકી સુધી પહોંચે તે પહેલાં હજુ ઘણો સમય લાગી શકે છે. આ માટે વધુ વૈજ્ઞાનિક પરીક્ષણો અને વ્યાપારી સ્તરે સફળતાની જરૂર પડશે.

 

100% ઇથેનોલ વાહનો પર સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ

દેશમાં વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવાની નીતિ વચ્ચે 100 ટકા ઇથેનોલથી ચાલી શકે તેવાં વાહનોની ઇંધણ-સપ્લાય અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સમક્ષ મહત્ત્વનો સવાલ ઉઠાવ્યો છે. અદાલતે પૂછ્યું કે જો E100 એટલે કે લગભગ શુદ્ધ ઇથેનોલ પર ચાલતાં વાહનોને મંજૂરી આપવામાં આવે, તો તેમની જરૂરિયાત પ્રમાણે ઇંધણનો પૂરતો જથ્થો કેવી રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે? વાહનોને ટેક્નિકલ મંજૂરી આપવી અને દેશભરમાં તેમના માટે સતત ઇંધણ ઉપલબ્ધ કરાવવું- આ બંને અલગ પડકારો છે. 29 ઑક્ટોબર, 2026ના રોજ જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચ ઇથેનોલ સપ્લાય વર્ષ 2025-26 માટેના ઇથેનોલ ફાળવણી સંબંધિત કેસની સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન બેન્ચે તાજેતરના અહેવાલોનો ઉલ્લેખ કર્યો, જેમાં 100 ટકા ઇથેનોલ પર ચાલતાં વાહનોને મંજૂરી મળ્યાની વાત હતી. અદાલતે સ્પષ્ટતા માગી કે જો આવા વાહનો રસ્તા પર આવશે, તો તેમની ઇંધણની જરૂરિયાત પૂરી કરવાની વ્યવસ્થા શું હશે. કેન્દ્ર સરકાર તરફથી હાજર એટર્ની જનરલ આર. વેંકટરમણીએ જવાબ આપતાં જણાવ્યું હતું કે આવી વ્યવસ્થા માટે મોટા પાયે ઉત્પાદન વ્યવસ્થામાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. અદાલતે આ મુદ્દાને માત્ર વાહન ઉદ્યોગ પૂરતો સીમિત ન રાખતાં વ્યાપક જનહિત, પર્યાવરણ અને ખેડૂતોની આર્થિક સ્થિતિના સંદર્ભમાં પણ વિચારવાની જરૂરિયાત દર્શાવી હતી.

 

You Might Also Like

હું આખી જીંદગી ગુજરાતનો ઋણી રહીશ: વડાપ્રધાન

સૌરાષ્ટ્ર ઝોનના શાળા સંચાલકોના મહાસંમેલનમાં સરકાર સામે લડવાનો નિર્ધાર

દિવાળીના તહેવાર દરમ્યાન સોની બજારમાં ૨૪ કલાક પેટ્રોલિંગ વધારવા માંગણી

અમદાવાદમાં દિવાળી રોશની પર કાપ, રાજકોટમાં લેવાશે નિર્ણય?

 ફટાકડા ફોડવા લોકોના ખિસ્સા પર બોજ વધશે, ભાવમાં ૨૦ ટકાનો વધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જામનગરમાં એસ.કે. રેસ્ટોરન્ટમાં નોનવેજ ભોજન ખાધા બાદ સાત લોકોને ફૂડ પોઝનીંગ
ગુજરાતજામનગર

જામનગરમાં એસ.કે. રેસ્ટોરન્ટમાં નોનવેજ ભોજન ખાધા બાદ સાત લોકોને ફૂડ પોઝનીંગ

Editor By Editor 28 minutes ago
 શિક્ષકોની ઘટ ઝડપથી દૂર કરવા સરકાર દ્વારા સમિતિની પુન: રચના
ડબલ એન્જીન સરકારમાં ખેડૂત બિચારો-લાચાર બન્યો : અમિત ચાવડા
બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
 વિજળીની અછત વચ્ચે રાજકોટ પાંચ દિવસ લાઇટીંગથી ઝગમગશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?