અમુ સિંગલ જેતપુર
જેતપુરમાં જીમખાના ગ્રાઉન્ડ પાસે એલ.સી.બી.નો દરોડામાં જુગાર રમતા ૬ ઝડપાયા
રૂ.૨.૨૦ લાખના મુદ્દામાલ જપ્ત કરાયો
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકોટ જીલ્લામાં પ્રોહીબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સફાયો કરવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં ૧. ઇમ્તીયાજભાઇ ઉર્ફે પનઘટ આરીફભાઇ લુલાણીયા (રહે. ગુજરાતીની વાડી, જેતપુર), ૨. શબીરભાઇ યુનુસભાઇ ચોટલીયા (રહે. નવાગઢ ગેસના ગોડાઉન પાછળ, જેતપુર), ૩. જાકીરભાઇ મહેબુબભાઇ ખોરાણી (રહે. નવાગઢ ગેસ ગોડાઉન પાસે, જેતપુર), 4. ફિરોજભાઇ હનીફભાઇ ચાવડા (રહે. નવાગઢ ગેસ ગોડાઉન પાસે, જેતપુર), ૫. હુસેનભાઇ ઇકબાલભાઇ તરકવાડીયા (રહે. નવાગઢ અનાજ ગોડાઉન પાસે, જેતપુર), ૬. હુસેનભાઇ ઉર્ફે સલીમભાઇ ઉર્ફે સોડાવાલા જીકરભાઇ તેરવાડીયા (રહે. બોખલા દરવાજા, હુસેની ચોક પાસે, જેતપુર) નો સમાવેશ થાય છે .
પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી રૂપિયા ૧,૬૦,૦૦૦/- ની રોકડ રકમ જપ્ત કરી છે. આ ઉપરાંત, રૂ. ૬૦,૦૦૦/- ની કિંમતના ૦૬ નંગ મોબાઇલ ફોન મળીને કુલ રૂપિયા ૨,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.


