- SITની ટીમ પાસે છ દિવસ બાદ પણ કોઈ કડી નહીં
- મૃતક મનીષ સોલંકી સામે નોંધી હત્યાની ફરિયાદ
- 100થી વધુ વ્યક્તિની પૂછપરછ કરાઈ
ગત શનિવારે સુરતમાં એક જ પરિવારના 7 લોકોએ આપઘાત કર્યો હતો. જેમાં પોલીસ દ્વારા મૃતક મનીષ સોલંકી સામે હત્યાની ફરિયાદ નોંધી હતી. અને તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ વચ્ચે ઘટનાને સાત દિવસ બાદ પણ કોઇ નક્કર માહિતી સામે આવી રહી ન હોવાથી પણ ચર્ચાઓ શરૂ થઈ છે.
સુરતમાં મનીષ સોલંકી સહિત પરિવારના 7 સભ્યોએ સામુહિત આપઘાત કર્યો હતો. જેના કારણે શહેરમાં ચકચારી મચી હતી. સુરત પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી તમામ મુદ્દે તપાસ કરી હતી. એટલું જ નહીં પોલીસ કમિશ્નરે આ માટે SIT ની પણ રચના કરી છે. જેમાં SITની ટીમ પાસે તપાસ શરૂ થવાના છ દિવસ બાદ પણ કોઈ કડી મળી રહી નથી.
અત્યાર સુધીમાં 100 લોકોની પૂછપરછ
જેની સાથે જ પોલીસે અત્યાર સુધીમાં 100થી વધુ વ્યક્તિની પુછપરછ કરી છે. તેમજ SIT શંકા અને શક્યતાઓનાં દાયરામાં અટવાઇ રહી છે. અત્યાર સુધીમાં પોલીસ પાસેથી મળેલી વિગતો અનુસાર, ચારને ઝેરી દવા પીવડાવી, બેનું મનીષે ગળું દબાવ્યું હતું. જેના કારણે પોલીસે મૃતક મનીષ સોલંકી સામે હત્યાની ફરિયાદ નોંધી છે. તેમજ પોલીસને સ્યુસાઇડ નોટ મળી હતી. જે દિશામાં પણ તપાસ શરૂ કરી હતી.
પીએમ રિપોર્ટમાં પણ ઘણાં ખુલાસા સામે આવ્યા
આ મામલે સોલંકી પરિવારના સામૂહિક આપઘાત પ્રકરણમાં પોલીસ આ પ્રકારનું પગલું ભરવા પાછળનું કારણ સતત શોધી રહી છે પરંતુ કોઈ ચોક્કસ કારણ હજુ સુધી મળી શક્યું નથી. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાંથી પરિવારના મોત બાદ મળેલ પીએમ રિપોર્ટથી એટલું જાણી શકાયું છે કે, મનીષ સોલંકીએ તમામને ઝેરી દવા પીવડાવી દીધી હતી.
આ દરમિયાન દવાની અસર પીએમ રિપોર્ટ અને ડોક્ટરો દ્વારા પોલીસને જણાવ્યા મુજબ રાત્રે 3:00 વાગ્યા બાદ શરૂ થઈ હતી. અને પાંચ કલાકમાં જ સાત સભ્યોના મોત નીપજ્યા હોવાનું પ્રાથમિક તારણમાં જણાવ્યું હતું. જેના અંગે FSL ની ટીમ તપાસ કરી રહી છે. જેથી નક્કર પુરાવા માટે રાહ જોવામાં આવી રહી છે.


