- માનસર ગામે શ્વાને બચકા ભરતા હડકવા ઉપડ્યો
- શ્વાન કરડતા 30 વર્ષીય મુન્ના નામના યુવકનું મોત
- યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો
સુરેન્દ્રનગરમાં રખડતા શ્વાને યુવકનો ભોગ લીધો છે. જેમાં માનસર ગામે શ્વાને બચકા ભરતા હડકવા ઉપડ્યો હતો. તેથી શ્વાન કરડતા 30 વર્ષીય મુન્ના નામના યુવકનું મોત થયુ છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો.
માનસર ગામે શ્વાન કરડ્યા બાદ યુવકનું મોત
શહેરના માનસર ગામે શ્વાન કરડ્યા બાદ યુવકનું મોત થયુ છે. જિલ્લામાં શ્વાનનો આંતક યથાવત છે. માનસર ગામે શ્વાન કરડ્યા બાદ 30 વર્ષીય યુવક મુન્નાભાઈને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં ભોગ બનેલા યુવકને હડકવો ઉપડ્યો અને યુવક મોતને ભેટ્યો હતો. યુવકના મૃતદેહને પી.એમ.માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતક યુવકનો પરિવાર ઘટનાને લઈ શોક મગ્ન બન્યો છે.
શ્વાનના કારણે અકસ્માત થતા બાઈકચાલકનું મૃત્યુ થયુ
તાજેતરમાં જામનગરના પોશ વિસ્તારમાં શ્વાનના કારણે અકસ્માત થતા બાઈકચાલકનું મૃત્યુ થયુ હતુ. રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા જયદીપસિંહ રતનસિંહ રાઠોડ નામના 42 વર્ષના યુવાનનું અકસ્માતના પગલે મોત થયુ હતુ. વાલ્કેશ્વરી વિસ્તારમાં પોતાના બાઇક પાછળ પડેલા કૂતરાને કારણે સ્પીડમાં બાઈક ચલાવતાં નીચે પટકાઇ જતા યુવકને માથામાં ગંભીર ઈજા થતાં મૃત્યુ નીપજયુ હતુ.
રાજયના મહાનગરમાં રખડતા પશુનો પ્રશ્ન કોઈ નવો નથી
રાજયના મહાનગરમાં રખડતા પશુનો પ્રશ્ન કોઈ નવો નથી. રખડતા ઢોર બાદ હવે લોકો શ્વાનથી ત્રાહિમામ થયા છે. જામનગર શહેરમાં 9 માસમાં 6896 લોકોને શ્વાન કરડવાના બનાવ બન્યા છે. તો શ્વાનના કરડવાથી બચવા જતા અકસ્માતે યુવાનનું મોત થયુ છે. શહેરના પોશ વિસ્તારમાં શ્વાનના કારણે અકસ્માત થતા બાઈકચાલકનું મૃત્યુ થયુ હતુ. રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા જયદીપસિંહ રતનસિંહ રાઠોડ નામના 42 વર્ષના યુવાનનું અકસ્માતના પગલે મોત થયુ હતુ.


