- રાજસ્થાનના નાવાં વિધાનસભા વિસ્તારમાં ગૃહમંત્રીએ કરી ચૂંટણી સભા
- સીએમ ગેહલોત કોઈપણ લાલ વસ્તુ જોઈને થઈ જાય છે ગુસ્સે
- વીજળી, આરોગ્ય, રોજગાર સહિતની સેવાઓ ગુલ કરી નાખી: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે નાવાં વિધાનસભા બેઠકના કુચામન શહેરમાં જાહેર સભાને સંબોધિત કરતા રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ‘લાલ ડાયરી’નો ઉલ્લેખ કરતા શાહે કહ્યું હતું કે સીએમ અશોક ગેહલોત કોઈપણ લાલ વસ્તુ જોઈને ગુસ્સે થઈ જાય છે. અશોક ગેહલોતની સરકારે તેના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન રાજ્યને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નથી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજસ્થાનના કુચામનમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. અહીં તેમણે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધતા કહ્યું કે “અશોક ગેહલોત એક જાદુગર છે કારણ કે તેમણે રાજસ્થાનમાં વીજળી, આરોગ્ય, રોજગાર અને અન્ય તમામ સુવિધાઓ ગુલ કરી નાખી છે”. સાથે જ અમિત શાહ પેપર લીક મુદ્દે પણ નિશાન સાધતા જોવા મળ્યા હતા.
કોંગ્રેસ સરકારને ‘સૌથી ભ્રષ્ટ સરકાર’ ગણાવતા શાહે કહ્યું કે અશોક ગેહલોતને કોંગ્રેસમાં તેમના ચાહકો જાદુગર કહે છે… તેમણે પોતાનો જાદુ ચલાવીને રાજસ્થાનની વીજળી ગાયબ કરી દીધી છે. વસુંધરા રાજે સરકારે વિકસાવેલી આરોગ્ય સુવિધાઓ પણ ગાયબ થઈ ગઈ. રોજગાર, કાયદો અને વ્યવસ્થા પણ ગાયબ થઈ ગઈ. માત્ર જાદુગર જ આ કરી શકે છે…
અમિત શાહે કહ્યું વધુમાં પ્રહાર કરતાં કહ્યું કે અશોક ગેહલોતની સરકાર પાંચ વર્ષ ચાલી અને અશોક ગેહલોતની સરકારે આ બહાદુર ભૂમિને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નહીં. સૌથી ભ્રષ્ટ સરકાર ક્યાંય રહી હોય તો તે અહીં છે. રાજસ્થાન સરકાર સૌથી વધુ ભ્રષ્ટ સરકાર છે. કથિત ‘રેડ ડાયરી’ પ્રકરણ પર મુખ્યમંત્રી ગેહલોત પર કટાક્ષ કરતા શાહે કહ્યું કે લાલ રંગ જોઈને ગેહલોત ગુસ્સે થઈ જાય છે. કઈ પણ લાલ વસ્તુ હોય, ગેહલોતને માત્ર લાલ ડાયરી જ દેખાય છે બીજું કંઈ નથી.
વિવિધ વિભાગોમાં કૌભાંડોનો આક્ષેપ કરતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે ખાણ વિભાગમાં 66 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને જલ જીવન મિશનના નામે 20,000 કરોડની ઉચાપત કરવામાં આવી. ગેહલોતે તુષ્ટિકરણની રાજનીતિની તમામ હદો વટાવી દીધી છે. વીજળી આપવાની હોય, આરોગ્ય સુરક્ષા વધારવાની હોય કે કાયદો અને વ્યવસ્થા સુધારવાની હોય, આ તમામ કામ માત્ર કમલ ફૂલ સરકાર જ કરી શકે છે, માત્ર ભાજપ સરકાર કરી શકે છે.