- અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માતનો આરોપી છે તથ્ય પટેલ
- અરજન્ટમાં સુનાવણી કરવા તથ્ય પટેલના વકીલની રજૂઆત
- અગાઉ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા હતા
દિવાળી પર જેલ બહાર આવવા તથ્ય પટેલના હવાતિયા શરૂ થયા છે. જેમાં આરોપી તથ્ય પટેલે હાઇકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી છે. તથ્ય પટેલ અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માતનો આરોપી છે. તથ્ય પટેલને કેસ મુક્ત કરવા ગ્રામ્ય કોર્ટે મનાઈ હુકમ કર્યો હતો. તેમજ અરજન્ટમાં સુનાવણી કરવા તથ્ય પટેલના વકીલની રજૂઆત છે.
મુખ્ય આરોપી તથ્ય પટેલના કેસમાં વધુ એક મુદત પડી
ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસનો મુખ્ય આરોપી તથ્ય પટેલના કેસમાં વધુ એક મુદત પડી છે. હવે આ કેસની વધુ સુનાવણી એક ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. જેથી તથ્યની દિવાળી આ વખતે જેલમાં જ થશે. તો પણ અરજન્ટમાં સુનાવણી કરવા તથ્ય પટેલના વકીલની રજૂઆત છે.
તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા
તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના થોડા દિવસ પહેલા જ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. આ કેસના તથ્યના વકીલ દ્વારા ચાર્જશીટ દાખલ થયા બાદ યોગ્ય શરતો પર જામીનમુક્ત કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. બીજી તરફ જામીન અરજીનો વિરોધ કરવા મૃતકના પરિવારજનોએ પણ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. તથ્યની જામીન અરજીમાં વધુ એક મુદ્દત પાડવામાં આવી છે. હવે આ અંગે 1 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે.
પ્રજ્ઞેશ પટેલે અકસ્માતવાળા સ્થળે લોકોને ધમકાવ્યા હતા
પહેલી નવેમ્બરના રોજ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજૂર કરાયા હતા. હાઇકોર્ટે 10 હજારના બોન્ડ પર આરોપી પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજૂર કર્યા હતા. જેમાં વિવિધ શરતો રાખવામાં આવી હતા. ઉલ્લેખનીય છે કે, પ્રજ્ઞેશ પટેલે અકસ્માતવાળા સ્થળે લોકોને ધમકાવ્યા હતા અને આ મામલે તેના પર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


