- અરવલ્લી જિલ્લામાં ચોંકાવનારી ઘટના
- ગેસની બોટલો ચોરતી ગેંગને દબોચી
- જિલ્લા એલસીબી પોલીસે 5 આરોપીને પકડ્યા
અમુકવાર એવી ઘટનાઓ સામે આવે છે જે હંમેશા ચોંકાવનારી હોય છે. અરવલ્લી જિલ્લા એલસીબીએ પણ આવી જ એક ઘટનાનો પર્દાફાશ કર્યો છે. હકીકતમાં એક એવી ગેંગને ઝડપી લેવામાં આવી છે જે સરકારી શાળાઓ અને આંગણવાડીઓને ટાર્ગેટ કરતી હતી અને તેમાંથી ગેસની બોટલો કાઢીને લૂંટી જતી હતી.
મહત્વનું છે કે આ ઘટનામાં અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે ગેસની બોટલો ચોરતી ગેંગને ઝડપી પાડી હાલમાં અટકાયત કરી છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી છે કે એ માત્ર સરકારી શાળાઓ અને આંગણવાડીઓ જેવી સરકારી ઈમારતોને જ ટાર્ગેટ કરતી હતી. આ સિવાય આ ગેંગના સભ્યો ઘરફોડ ચોરીના બનાવોમાં પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુ માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લા એલસીબીએ 16 બોટલોની સાથે 5 આરોપીઓની ધરપકડ કરી છે અને આ સાથે જ 3 મોબાઈલ, રિક્ષા સાતે કુલ 2.47 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મહત્વનું છે કે આ ટોળી દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓના મધ્યાહ્ન ભોજન અને આંગણવાડીમાં બોટલની ટોળકી દ્વારા ચોરી કરાતી હોવાનું જાણવા મળ્યું હતું. એલસીબી પોલીસે આ મામલે કુલ 16 બોટલોની સાથે 5 આરોપીઓને ઝબ્બે કર્યા હતા. પોલીસે હાલમાં 5 આરોપીઓને મોડાસાના સરૂપુર ગામેથી ઝડપ્યા હોવાની જાણકારી સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ અગાઉ પણ આવા પ્રકારની ઘટનાઓની માહિતી પહેલા પણ સામે આવી ચૂકી છે. ખાસ કરીને સરકારી ગેસના બાટલાઓ લઈને તેમાંથી ગેસને બીજા પ્રાઈવેટ ગેસમાં ગેરકાયદેસર રીફિલ કરી તેને બ્લેક માર્કેટમાં વેચવાના ષડયંત્રનો પણ પર્દાફાશ થયો હતો. આમ ગેસ કૌભાંડની આ પહેલા પણ અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા યોગ્ય પગલા લઈ આ ગેરરીતિઓને ખતમ કરવામાં આવે તે હાલ સમયની માગ છે અને લોકોના હિતમાં પણ છે.


