- એક જ દિવસમાં કરોડોના આભૂષણ, લગડીનું થશે વેચાણ
- ધનતેરસ નિમિતે સોના, ચાંદીની ખરીદી મનાય છે શુકનવંતી
- ધનતેરસે વાસણ ખરીદવા તે સદીઓ જૂની પરંપરા
ધનતેરસના પર્વને લઈને સોના ચાંદીના દાગીનાની ધુમ ખરીદી થઇ રહી છે. રાજકોટના સોની બજારમાં ખરીદી માટે લોકો ઊમટ્યા છે. એક જ દિવસમાં કરોડોના આભૂષણ, લગડીનું વેચાણ થશે. ધનતેરસ નિમિતે સોના, ચાંદીની ખરીદી શુકનવંતી મનાય છે.
રાજકોટમાં 22 કેરેટ ગોલ્ડનો ભાવ રૂ.56000
રાજકોટમાં 22 કેરેટ ગોલ્ડનો ભાવ રૂ.56000 છે. તેમજ ગઈકાલે 22 કેરેટ ગોલ્ડનો ભાવ રૂ.55400 હતો. સોની બજારમાં સવારે 11 વાગ્યાથી ગ્રાહકો સુવર્ણ આભૂષણ ખરીદી કરવા ઉમટી પડ્યા છે. એક જ દિવસમાં કરોડોના સોનાના દાગીના અને લગડીનું વેચાણ થશે. લગ્નની ખરીદી માટે પણ આજે ગ્રાહકો સોનાના દાગીનાની ખરીદી કરે છે. ધનતેરસ નિમિતે સોના અને ચાંદીની ખરીદી શુકનવંતી માનવામાં આવે છે. આજે પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ રૂપિયા 600 નો વધારો થયો છે.
ગ્રાહકો ધનતેરસની શુકનવંતી ખરીદી માટે ઉમટી પડ્યા
ગ્રાહકો ધનતેરસની શુકનવંતી ખરીદી માટે ઉમટી પડ્યા છે. આજે કરોડોના સોનાના દાગીના અને 1 ગ્રામથી લઈને 10 ગ્રામ સુધીમાં પ્યોર ગોલ્ડની ખરીદી કરવામાં આવે છે. ધનતેરસે વાસણ ખરીદવા તે સદીઓ જૂની પરંપરા છે. માનવામાં આવે છે કે, આ દિવસે તાંબા અથવા પિત્તળના વાસણ ખરીદવાથી લક્ષ્મી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. પૌરાણિક કથા અનુસાર આસો માસની કૃષ્ણ પક્ષની તેરસે સમુદ્ર મંથનમાં ભગવાન ધન્વંતરિ ધનથી ભરેલા કળશ સાથે પ્રગટ થયા હતા. ભગવાન ધન્વંતરિના હાથમાં પિત્તળનો કળશ હતો. આ કારણોસર આ દિવસે પિત્તળના વાસણ ખરીદવાની પરંપરા છે.


