- સાળંગપુર હનુમાનજીના દિવ્ય દર્શન
- કરોડોના વાઘાથી કરાયો દાદાનો શણગાર
- હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા
સાળંગપુર ખાતે આવેલા પ્રખ્યાત કષ્ટભંજન દેવજી મંદિર ખાતે આજે હનુમાનજી ભગવાનને કરોડોની કિંમતના વિશેષ વાઘા પહેરાવીને તેમનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આની સાથે જ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને દર્શનાર્થીઓ આ દિવ્ય દર્શન પામીને ભાવવિભોર થયા હતા.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજે વિશેષ કાળી ચૌદસ નિમિત્તે યજ્ઞ યોજાયો જેમાં 455 જેટલા યજમાનો પાટલે બેસી યજ્ઞ કરવામાં આવ્યો ત્યારે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને આજે વિશેષ કરોડોની કિંમતના ડાયમંડના વાઘા શણગાર સજાવવામાં આવ્યા હતા સાથે જ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને પડ્યા હતા.
આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ અપાવતા દેવ એટલે હનુમાનજી મહારાજનું મંદિર એટલે કે સાળંગપુર કષ્ટભંજન દેવ ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે ત્યારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અહીં દર્શને આવતા હોય છે ત્યારે આજે 495 પાટલા પર વિશેષ્ય યજ્ઞ યોજાયો હતો જય યજ્ઞમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ પ્રમુખ સહિત અનેક મહાનુભાવો અને ભાવિક ભક્તો જોડાયા હતા.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલું વિશ્વપ્રસિદ્ધ એવું યાત્રાધામ સાળંગપુર ધામ કે જ્યાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું જગવિખ્યાત મંદિર આવેલું છે ત્યારે આજના કાળી ચૌદસના પવિત્ર દિવસ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના કિંગ ઓફ સાળંગપુર પરિસરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કાળી ચૌદસનો વિશેષ યજ્ઞ યોજાયો હતો. જે યજ્ઞમાં 455 પાટલા પર યજમાનોએ બેસી યજ્ઞ કર્યો હતો ત્યારે મંદિર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની સ્થાપના કરાયાના 175 વર્ષ પૂર્ણ થતા વિશે શતામૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમો સાથે આજે કાળી ચૌદસ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને કરોડોની કિંમતના ભવ્ય દિવ્ય અદભુત વાઘા શણગાર સજાવવામાં આવ્યા હતા તો સાથે જ ગોપાળાનંદ સ્વામીનું વિશેષ રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું તો હજારોની સંખ્યામાં ભાવિકોએ આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થવા આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શનને સાળંગપુર ખાતે ઉમટી પડ્યા હતા.


