- GIDC વિસ્તાર નજીક પહાડી વિસ્તારમાં આગ
- સૂકા ઘાસ સાથે લીલી વનસ્પતિમાં પણ આગ
- નાના મોટા વન્યજીવોને ખતરો
ઈડરિયા ગઢના ડુંગર ઉપર આગ લાગી છે. જેમાં અગમ્ય કારણોસર ડુંગર પર આગ લાગી હતી. તેમાં GIDC વિસ્તાર નજીક પહાડી વિસ્તારમાં આગ લાગી છે. જેમાં સૂકા ઘાસ સાથે લીલી વનસ્પતિમાં પણ આગ લાગી છે. ઈડર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
સૂકા ઘાસ સાથે લીલી વનસ્પતિમાં પણ આગ લાગી
સાબરકાંઠામાં ગુજરાતના પ્રખ્યાત એવા ઈડરિયા ગઢના ડુંગરા ઉપર આગ લાગી છે. જેમાં અગમ્ય કારણોસર ડુંગર પર આગ લાગી છે. ઇડર મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ જીઆઇડીસી વિસ્તાર નજીક પહાડી વિસ્તારમાં આગ લાગી છે. આ જગ્યા પર નાના મોટા વન્યજીવો સાથે દીપડાઓનો વસવાટ છે. સૂકા ઘાસ સાથે લીલી વનસ્પતિમાં પણ આગ લાગી છે. આગ લાગતાં ઇડર ફાયર વિભાગને જાણ કરાઇ છે.
ઈડરિયા ગઢ વિશે જાણો
ઈડરિયા ગઢ ઉપર તળાવ, પવન પાવડીઓ, સર્પ આકારના પથ્થરો, મહેલની પાસે આવેલો પકોડી આકાર ધરાવતો પથ્થર તેમજ સનસેટ પોઇન્ટ જેવા સ્થળો આવેલા છે. અહીં આશરે ત્રણ કિલોમીટરના અંતરે ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રની ભૂમિ તરીકે જાણીતું શ્રીમદ રાજચન્દ્ર વિહાર નામનું દિવ્ય સ્થળ આવેલું છે. શહેરમાં પથ્થરની ગુફા અંદર ખોખાનાથ, ચંદ્રેશ્વર, મહંકાલેશ્વર, કાકલેશ્વર નામના શિવાલયો આવેલા છે. ખોખનાથ મહાદેવની બિલકુલ પાસે પ્રાચીન કુંડ જોવાલાયક સ્થળ છે.
મહાકાળી માતાનું ગુફામાં મંદિર પણ જોવાલાયક
શહેરમાં અનેકો મંદિરો જોવાલાયક છે. સાથે ઇડર ઘાંટી ઉતરતા પૌરાણિક વાવ આવેલી છે. રાણીના સ્નાન માટે બનાવવામાં આવેલું રાણી તળાવ આવેલું છે જ્યાં હાલ મધ્યમાં જૈન મંદિર બનેલું છે. મંદિરની પાછળ પાંજરાપોળ જોવાલાયક છે. આ ઉપરાંત ઇડરમાં આશરે 8થી 10 હજાર વર્ષ જૂના શીલાચૈત્રી ગુફાના અવશેષો પણ જોવાલાયક છે. જે સાપવાડા, લાલોડા, ગંભીરપુરામાં આવેલા છે. શહેરની વચ્ચે આવેલો ટાવર શહેરની શોભા વધારે છે જે જોવાલાયક છે. ટાવરની બાજુમાંથી જઈએ તો લાકડાનું રામકડાં બજાર આવેલું જે ઇડરને આગવી ઓળખ અપાવે છે. ઇડરમાં આવેલા શીલા ઉદ્યાન અને આયુર્વેદ વનની મુલાકાત હર કોઈ અવશ્ય કરે છે. શહેરમાં આવેલી 130 વર્ષ ઉપર જૂની ઇડરની સર પ્રતાપ હાઇસ્કૂલ પણ જોવા લાયક છે, જ્યાં ઉમાશઁકર જોશી તેમજ પન્નાલાલ પટેલ અભ્યાસ કરી ચુક્યા છે. સદાતપુરામાં આવેલ અરવિંદ ત્રિવેદીનું મકાન જ્યાં તે અવારનવાર આવતા જતા હોય છે. ઇડરિયા ગઢ ડુંગર પાછળ આવેલું કર્ણનાથ મહાદેવનું પૌરાણિક મંદિર અને તેની પાસે આવેલ બાળ-ગંગા નામનું પવિત્ર સ્થળ પણ જોવાલાયક છે. સાથે ગોધમજીમાં સદ્દગુરુનું સ્થાન અને ત્યાંથી સાબલી જઈએ ત્યાં મહાકાળી માતાનું ગુફામાં મંદિર પણ જોવાલાયક છે.


