- આજના દિવસે પાવાગઢમાં ખાસ આરતી કરવામાં આવી
- દિવાળીનો તહેવાર અને શનિ રવિવારની રજાના કારણે ભીડ વધી
- રંગબેરંગી લાઈટોથી સુશોભિત કરવામાં આવ્યા મંદિરો
આજે દિવાળીનો તહેવાર અને શનિ રવિવારની રજાનો સમન્વય થતા ગત રોજથી જ માઇ ભક્તોનો પ્રવાહ પાવાગઢ તરફ્ જતો જોવા મળ્યો હતો. સોમનાથ મહાદેવના મંદિર અને દેવભૂમિ દ્વારકાધીશ મંદિરને દિવાળી નવા વર્ષના તહેવારો નિમિત્તે રંગબેરંગી લાઈટોથી સુશોભિત કરવામાં આવેલ છે.
ભગવાન દ્વારકાધીશ દીપાવલી પર્વ પૂર્વે શામળા શેઠ રૂપે વેપારી બન્યા હતા. જેમાં ભગવાન દ્વારકાધીશ મંદિરમાં મિઠાઇઓની હાટડી ભરી ત્રાજવાં તોલા સાથે કાળીયા ઠાકોર બિરાજમાન થયેલા જોવા મળ્યા છે. તેમજ ચોપડા પૂજન તથા લક્ષ્મી સ્વરૂપના સોના ચાંદીના સિક્કાનું પૂજન દ્વારા ધરાવવામાં આવ્યું.
જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશને સોનેરી રંગના વાઘા સાથે સંપૂર્ણ સોના ચાંદી હીરા જડિત આભૂષણો તેમજ સંપૂર્ણ સોના ચાંદી હીરા જડિત મુકુટને મસ્તક પર શણગાર સજાવાયો હતો. ભગવાન દ્વારકાધીશ સભા મંડપમાં રંગોળી કરી પૂજારી પરિવાર દ્વારા દીવડા પ્રગટાવવામાં આવ્યા.
દીપાવલી નિમિતે ખાસ આરતી ઉતારી યાત્રાધામ પાવાગઢ ખાતે ઉજવણી કરવામા આવી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન જગત જનની શ્રાી મહાકાળી માતાજીના દર્શનાર્થે દિવાળીના દિવસે પોણો લાખ માઇભક્તોએ માતાજીના ચરણમાં શીશ નમાવી ધન્ય બન્યા હતા. પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના મંદિરે માતાજીના ભક્તો વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ઊમટી પડી માતાજીના દર્શન કરી ધન્ય બને છે.


