- કરમીપુરામાં ક્રિકેટ રમતા શિક્ષકને આવ્યો હાર્ટએટેક
- 35 વર્ષીય શિક્ષકનું હાર્ટ એટેકથી મોત થયુ
- ક્રિકેટ રમતા યુવક અચાનક ઢળી પડ્યો હતો
સાબરકાંઠાના તલોદમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયુ છે. જેમાં કરમીપુરામાં ક્રિકેટ રમતા શિક્ષકને હાર્ટ એટેક આવ્યો છે. તેમાં 35 વર્ષીય શિક્ષકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. ક્રિકેટ રમતા યુવક અચાનક ઢળી પડ્યો હતો.
સાબરકાંઠામાં વધુ એક હાર્ટ એટેકથી મોત થતા ચકચાર મચી
સાબરકાંઠામાં વધુ એક હાર્ટ એટેકથી મોત થતા ચકચાર મચી છે. જેમાં તલોદ તાલુકામાં વઘુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. તેમાં તલોદ તાલુકાના કરમીપુરા ક્રિકેટ રમતા શિક્ષકનો હાર્ટ એટેક આવ્યો હતો. દહેગામ તાલુકાના રખિયાલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા પાટીદાર સમાજના પંકજકુમાર દશરથભાઈ પટેલ 35 વર્ષના યુવકનું મોત થયુ છે. તલોદ તાલુકાના કરમીપુરાની સીમમાં મિત્રો સાથે દિવાળીની રજાઓમાં ક્રિકેટ રમતા અચાનક ઢળી પડતા તલોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
તબીબે મૃત જાહેર કરતા દિવાળીનો ઉત્સવ માતમમાં ફેરવાયો
તલોદ ખાનગી હોસ્પિટલના તબીબે મૃત જાહેર કરતા દિવાળીનો ઉત્સવ માતમમાં ફેરવાયો છે. 35 વર્ષના યુવાનના મોતને લઈને સ્થાનિક પાટીદાર સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. દિન પ્રતિદિન વધતા હાર્ટ એટેકના કેસો સામે આવતા લોકો ભય જોવા મળી રહ્યો છે. યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા શિક્ષક પંકજ પટેલનુ હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે.
પંકજ પટેલ દિવાળીના તહેવાર પર પોતાન વતન આવ્યા હતા
પંકજ પટેલ દિવાળીના તહેવાર પર પોતાન વતન આવ્યા હતા. અહીં તેઓ મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયા હતા. આ દરમિયાન ક્રિકેટના મેદાનમાં અચાનક ઢળી પડતા અન્ય મિત્રો તલોદ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં તબિબોએ શિક્ષક યુવકનું હાર્ટએટેકથી મોત નિપજ્યાંનુ કારણ બતાવ્યુ હતું. નાની ઉંમરમાં રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. ત્યારે રાજકોટમાં વધુ એક વ્યક્તિનું હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં રહેતા 44 વર્ષીય પ્રોફેસર મિતેષભાઈ ચૌહાણનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. મૃતક પ્રોફેસર મિતેષભાઈ ચૌહાણ કચ્છની નવોદય વિદ્યાલયમાં ફરજ બજાવતા હતા. અચાનકથી મિતેષભાઈનું હૃદય બંધ પડી જતા તેમનું મોત નિપજ્યુ હતું. મિતેષભાઈના મોતથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.


