- વધુ એક રેસ્ટોરન્ટની બેદરકારી આવી સામે
- અમદાવાદની કબીર રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી નીકળ્યો વંદો
- મસાલા પાપડમાં નીકળ્યો જીવતો વંદો
દિવાળીના તહેવારોમાં લોકો બહાર જમવા માટે જતાં હોય છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોય તેવી ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદો નીકળ્યો છે. જેના કારણે લોકોને હવે બહાર ખાવા પહેલાં વધુ સાવચેતી રાખવાની જરૂરી બની રહી છે.
આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદમાં છેલ્લા થોડાં દિવસોથી રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે અમદાવાદની વધુ એક રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે. જેમાં કબીર રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદો નીકળ્યો છે. જેના કારણે બહારનું ખાવાના શોખીનોમાં રોષ જોવા મળ્યો છે.
અમદાવાદની જાણીતી એવી કબીર રેસ્ટોરન્ટમાં ભોજનમાં આ પ્રકારની ઘટના બનતાં લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. જેમાં હોટલમાં ગ્રાહક દ્વારા મસાલા પાપડ ઓર્ડર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મસાલા પાપડમાં જીવતો વંદો નીકળ્યો છે. જે પછી ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો છે.
દિવાળી વચ્ચે ભેળસેળની ઘટના વધી
આ અગાઉ ગુજરાતમાંથી ભેળસેળવાળી વસ્તુઓની જાણે ભરમાર લાગી હોય તેમ એક બાદ એક વસ્તુઓમાં ભેળસેળ સામે આવી રહી છે. જેમાં દિવાળી પહેલાં અમદાવાદની નામાંકિત રેસ્ટોરન્ટ ઘી-ગુડના સિંગદાણામાંથી ઇયળો નીકળી છે. આ વાતને કારણે હાલ ભારે ચર્ચા જાગી છે. ખાવાની વસ્તુઓમાંથી ઇયળ નીકળાને કારણે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.


