- કર્મચારીનો 500 રૂપિયા માગતો વીડિયો વાયરલ
- લાકડા ભરેલા ટ્રેક્ટર ચાલક પાસેથી માગ્યા 500 રૂપિયા
- પર્યટકો પાસેથી પણ ઉઘરાણા કરાતા હોવાનો આક્ષેપ
દીવની ધોધલા ચેક પોસ્ટનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કર્મચારીનો 500 રૂપિયા માગતો વીડિયો વાયરલ થયો છે. લાકડા ભરેલા ટ્રેક્ટર ચાલક પાસેથી 500 રૂપિયા માગ્યા હતા. તેમાં પર્યટકો પાસેથી પણ ઉઘરાણા કરાતા હોવાનો આક્ષેપ છે.
દીવ આવતા પર્યટકોને ઉધરણાથી પરેશાન
દિવ ચેક પોસ્ટ ઉપર દિવ ધોધલા ચેક પોસ્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તેમાં દીવથી લાકડા ભરીને આવતા ટ્રેક્ટરના માલિક પાસેથી ચેક પોસ્ટ પર 500 રૂપિયા મંગાયા હતા. આવી રીતે દીવ આવતા પર્યટકોને ઉધરણાથી પરેશાન કરાઈ રહ્યા છે. દીવ પોલીસ પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે. જેમાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
પાટણ જિલ્લાની પીપરાળા ચેકપોસ્ટ પર મારામારીની ઘટના સર્જાઈ
અગાઉ પાટણ જિલ્લાની પીપરાળા ચેકપોસ્ટ પર મારામારીની ઘટના સર્જાઈ હતી. આ મારામારી કોઈ સામાન્ય ન હી પરંતુ ચેકપોસ્ટ પર વાહનચાલકો પાસેથી પૈસા પડાવતા શખ્શને માર મારવાની ઘટના સર્જાઈ હતી. મારામારીનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. જે પ્રમાણે આક્ષેપો થઈ રહ્યા છે એ પ્રમાણે ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનચાલકોની પાસેથી પૈસા વસૂલ કરવામાં આવી રહ્યા હતા. જેને લઈ વાહનચાલકોમાં રોષ વ્યાપી રહ્યો હતો.
પોલીસના નામે પૈસા ઉઘરાવતા સખ્શને વાહન ચાલકોએ ધુલાઈ કરી
આ દરમિયાન પોલીસના નામે પૈસા ઉઘરાવતા સખ્શને વાહન ચાલકોએ ધુલાઈ કરી દીધી હતી. જેમાં વીડિયો બનાવનાર બોલી રહ્યો છે કે, માર મારવાનુ કારણ પોલીસના નામે ખાનગી માણસ પૈસા ઉઘરાવી રહ્યો છે. થોડા દિવસ અગાઉ જ પીપરાળા ચેકપોસ્ટ પર વાહનચાલકો પાસેથી પૈસા ઉઘરાવાતા હોવાની ફરિયાદને પગલે 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકે તેમને સસ્પેન્ડ કર્યા હતા.


