- નદીમાંથી 3 પુરૂષ અને 1 મહિલાનો મળી આવ્યો મૃતદેહ
- ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
- તમામ મૃતદેહોને પીએમ માટે સિવિલ ખસેડાયા
અમદાવાદની સાબરમતી નદીમાંથી 4 મૃતદેહ મળ્યા છે. જેમાં નદીમાંથી 3 પુરૂષ અને 1 મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. અવારનવાર સાબરમતી નદીમાંથી મૃતદેહ મળી રહ્યા છે.
સાબરમતી નદીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો
આજે 4 મૃતદેહ મળી આવ્યા છે. જેમાં 3 પુરુષ અને 1 મહિલાનો મૃતદેહ મળ્યો છે. સાબરમતી નદીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો છે. આશરે 35 થી 40 વર્ષની મહિલાનો મૃતદેહ મળ્યો છે. ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો છે. અજાણી મહિલાની તરતી લાશ મળી આવી છે. એલિસ બ્રિજ પાસે નદીમાંથી લાશ મળી આવી છે. મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી છે.
તમામ મૃતદેહોને પીએમ માટે સિવિલ ખસેડાયા
અમદાવાદ શહેરમાં એક તરફ લોકો તહેવારની ઉજવણી કરી રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોના ઘરે ખુશીઓ માતમમાં ફેરવાઈ છે. શહેરની સાબરમતી નદીમાંથી ત્રણ કલાકમાં એક બે નહીં પણ ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. હાલ તો આ તમામના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. જણાવીએ કે, આ ચાર મૃતદેહ સાબરમતી નદીના અલગ-અલગ બ્રિજ નજીકથી મળી આવ્યા છે. આંબેડકર બ્રિજ નજીકથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. એલિસબ્રિજ નજીકથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. તમામ મૃતદેહોને પીએમ માટે સિવિલ ખસેડાયા છે.


