- કચ્છમાં બની ઘટના
- ભુજમાં જવાનનો આપઘાત
- એરફોર્સના જવાને પોતાને ગોળી મારી
કચ્છના ભુજ પાસેથી એક મોટી જાણકારી સામે આવી રહી છે. અહીં ભુજ એરફોર્સમાં તૈનાત એક જવાને આપઘાત કરી લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
આ મામલે મળતી જાણકારી અનુસાર ભુજમાં એરફોર્સમાં ફરજ બજાવતા જવાનને આપઘાત કરી લીધો હોવાની જાણકારી સામે આવી છે. આ જવાનનું નામ યોગેશ મહતો હોવાનું સામે આવ્યું છે. જાણકારી અનુસાર આ જવાન ગરૂડ ફોર્સમાં કામ કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
આ જવાન કોન્સ્ટેબલ રેન્કમાં ફરજ બજાવતો હોવાનુ સામે આવ્યું હતું. આ જવાને પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ જવાને આવું અંતિમ પગલું શું કામ ભર્યું તેનું કારણ હજુ સુધી જો કે સામે આવી શક્યું નથી. પરંતુ આ મામલે જાણકારી મળતાં જ ભુજ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
આ મામલે જો કે વધુ કોઈ પણ જાણકારી હજુ સુધી સામે આવી શકી નથી. હાલના દિવસોમાં જોવા મળ્યું છે તેમ ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓમાં પણ ઘણો જ વધારો થયેલો હોવાનું જોવા મળી રહ્યું છે. જેનું મૂળ કારણ લોકોમાં વધતો જતો તણાવ અને ડિપ્રેશન છે. જેના લીધે ઘણાં લોકો અંતિમ ડગલું લેવા તરફ આગળ વધે છે. જો કે આપઘાતથી પ્રશ્નોનું સોલ્યુશન આવતું નથી. એટલે સરકારે પણ આવી ઘટનાઓ નિવારવા માટે અનેક પહેલ હાથ ધરી છે. જેમાં કાઉન્સેલિંગ પણ હાથ ધરવામાં આવે છે. ગુજરાતમાં આવી ઘટનાઓના પ્રમાણ પર નિયંત્રણ આવે તે હાલના સમયની માગ છે.


