- ફેવરિટ ક્રિકેટર્સની ઝલક જોવા માટે લાઈન લગાવી
- ITC નર્મદા હોટેલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- અમદાવાદીઓમાં ભારતીય ક્રિકેટર્સ માટે પાગલપન
અમદાવાદમાં ક્રિકેટ માટે તમામ તૈયારીઓ થઈ રહી છે. ત્યારે ખેલાડીઓ પણ તૈયારીમાં લાગી ગયા છે. આ વચ્ચે પોતાના સ્ટાર ખેલાડીઓની એક ઝલક માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસીકો જ્યાં ટીમ ઈન્ડિયા રોકાણ કરી રહી છે તે હોટલની બહાર ભીડનો જમાવડો જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત એરપોર્ટ પહોંચતા જ ટીમ ઇન્ડિયાનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ખેલાડીઓ ITC નર્મદા હોટલમાં રોકાયા છે. મેચને લઈને લોકોમાં ઉત્સાહ વધતો જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમ મેચ પ્રેક્ટિસ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવાના થઈ હતી. આ દરમિયાન હોટલ બહાર ક્રિકેટ ફેન્સની ભારે ભીડ જોવા મળી હતી.
એટલું જ નહીં પોતાના ફેવરેટ ક્રિકેટરની એક ઝલક જોવા માટે લોકોએ બેથી ત્રણ કલાક રાહ જોઈ હતી. ટીમ ઈન્ડિયાની બસ માર્ગ પર નીકળતાની સાથે જ લોકોએ ક્રિકેટરોને જોવા માટે પડાપડી કરી હતી. કેટલાક લોકો મેચના ત્રણ દિવસ પહેલા અમદાવાદ પહોંચી ગયા છે.
દેશભરમાંથી ક્રિકેટ રસીકો મેચ જોવા માટે આવી રહ્યા છે. તેમજ દિલ્હી, બોમ્બે, બેંગલોરથી લોકો આવી ગયા છે. લોકોમા મેચને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ ક્રિકેટરોના ચાહકો તેમને જોવા માટે અને ક્રિકેટરોની એક ઝલક જોવા માટે પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફાઇનલ વર્લ્ડ કપમાં ઇન્ડિયા ટીમ જીત્યા બાદ એક રોડ શો પણ કરવાનો છે. તેના માટે પણ ખૂબ ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે.


