- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફેન્સનો જમાવડો
- એકબાદ એક દિગ્ગજોનું એરપોર્ટ પર આગમન
- કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અમદાવાદમાં
ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં ટકરાશે. જેના માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ થઈ ગઈ છે. આ માટે ભારત વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર છે. વર્લ્ડકપમાં ભારતે સતત 10 મેચ જીતી છે. ત્યારે ફાઇનલ મેચમાં 100થી વધુ વીવીઆઇપી મેચ જોવા માટે આવશે. આ મહામુકાબલાને જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે. પીએમ મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. કહેવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે અને તેઓ પણ હાજરી આપી શકે છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર મેચ જોવા અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે.
ભારત ઇતિહાસ રચે તેવી જ આશા- અનુરાગ ઠાકુર
મેચને લઇને તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે ભારતમાં ક્રિકેટનો ફીવર જોરદાર છે. આવો નજારો પહેલા ક્યારેય જોયો પણ નહી હોય. ભારતની ટીમ ફાઇનલમાં છે અને ટીમ જીતવા માટેના તમામ પ્રયાસો કરશે. મને વિશ્વાસ છે કે ભારત શાનદાર પ્રદર્શન કરશે અને ઇતિહાસ રચશે. આ પહેલા ભાગ્યે જ આવુ થયુ હોય કે તમામ મેચ જીતીને અહીં પહોંચ્યા હોય. લીડ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ફાઇનલમાં પહોંચી છે ત્યારે ભારતની ટીમ ફાઇનલમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવશે. એકબાદ એક ખેલાડીઓએ ઘણુ સારુ પ્રદર્શન કર્યુ છે. ભારતીયોની આશા પર ટીમ ઇન્ડિયા ખરી ઉતરશે તેવી આશા છે અને 140 કરોડ ભારતીયોની પ્રાર્થના ટીમ ઇન્ડિયા સાથે છે.


