- ભક્તોની જામી ભીડ
- દાદાને ધરાવાયો ભોગ
- વિશેષ આરતી અને પૂજા કરાઈ
સાળંગપુર શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ સ્થાપનાને 175 થતાં ભવ્ય મહોત્સવનું આયોજન થયું છે. જેના હેઠળ હાલમાં 16 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે કિંગ ઓફ સાળંગપુરના પટાંગણમાં દાદાને જાતજાતનાં ફળ ફ્રૂટ, ભાતભાતની મીઠાઈનો 57000 કિલોનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જ્યારે દાદાના અન્નકૂટનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી.
વડતાલ ધામ સંચિલિત વિશ્વ વિખ્યાત સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ સ્થાપનાને 175 થતાં ભવ્ય શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત આજે પહેલીવાર 57 હજાર કિલો ફ્રુટનો અન્નકુટ કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની મૂર્તિ સમક્ષ અર્પણ કરાયો હતો. મહત્ત્વનું છે કે, આ અન્નકુટમાં દાદા સમક્ષ મૂકવામાં આવેલું તમામ ફ્રુટ બોટાદ જિલ્લા સહિત અમદાવાદ, ભાવનગર અને રાજકોટની ગર્વમેન્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે.
મહત્ત્વનું છે કે, અન્નકુટ આરતી સવારે વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી તથા વડીલ સંતો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાની આરતી અને દર્શનનો લ્હાવો લીધો હતો. તે વખતે મોટી આખા સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભક્તોની ભીડ થઈ હતી. વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં કિંગ ઓફ સાળંગપુરના પટાંગણમાં દાદાને ધરાવાયેલા અન્નકૂટમાં જાતજાતનાં ફળો, જાતજાતનાં ફ્રૂટો મળીને 56000 હજાર કિલો વસ્તુઓનો અન્નકૂટ ધરાવાયો હતો. જ્યારે દાદાના અન્નકૂટના ભવ્ય દર્શન કરવા સવારથી ભક્તોની ભીડ જામી હતી.
આ અન્નકુટ વિશે વિવેકસ્વામી (હૈદરાબાદ)એ જણાવ્યું કે, આજે કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિ સમક્ષ પહેલીવાર 57, 000 કિલો અન્નકુટ ધરાવાયો હતો. આ માટે કેન્યાની કેરી અને ઇમ્પોર્ટે ફુડ સહિતના તમામ ફ્રુટનો અન્નકુટ વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યા હતાં. આ અન્નકુટ ધરાવવા અને શણગારવા માટે 6 સંતો અને 200 સ્વયંસેવકોએ 24 કલાક મહેનત કરી હતી. અન્નકુટમાં દાદાને ધરાવાયેલું તમામ ફ્રુટ બોટાદ જિલ્લા સહિત અમદાવાદ, ભાવનગર અને રાજકોટની ગર્વમેન્ટ હોસ્પિટલમાં મોકલાશે. આ અન્નકુટ માટે હૈદરાબાદ ગુરુકુળના વિવેક સ્વામી સહિતના સંતો અને સ્વયંસેવકોએ 15 દિવસ પહેલાં આખી તૈયારી શરૂ કરી હતી.


