- ડાકોરના ગંગાનગર સોસાયટી પાસે ઢોરનો આતંક
- રખડતા ઢોર અનેક લોકોને લીધા અડફેટે
- ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
રાજ્યમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવામાં યાત્રાધામ ડાકોરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ડાકોરમાં રખડતા ઢોરે 10થી 15 લોકોને અડફેટે લીધા છે. અનેક લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોમાં તંત્રની કામગીરીને લઇ રોષ જોવા મળી રહ્યો છે.
યાત્રાધામ ડાકોરમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. તો અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. રાજ્યમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવામાં યાત્રાધામ ડાકોરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ડાકોરમાં રખડતા ઢોરે 10થી 15 લોકોને અડફેટે લીધા છે. અનેક લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોમાં તંત્રની કામગીરીને લઇ રોષ જોવા મળી રહ્યો છે.
ખેડા જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. જેમાં ખાસ કરીને ડાકોરના ગંગાનગર સોસાયટી પાસે પશુંએ 10થી 15 લોકોને અડફેટે લીધા છે. જેમાં 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ઉમરેઠ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઇ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી તેમ છતા કામગીરી ગોકલગતિએ ચાલી રહ્યું છે. આથીં સ્થાનિકો દ્વારા અનેકમાં તંત્રને જાણ કરવામાં આવી હતી. છતા તંત્રએ રખડતા ઢોરને પકડવામાં બેદરકાર જણાઇ રહી છે તેનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.


