- કોલકાતામાં થશે ભગવતગીતાના શ્લોકના પાઠ
- બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે 24 ડિસેમ્બરે આયોજન
- પીએમ મોદીને પાઠવ્યુ છે આમંત્રણ
પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક લાખ ભગવત ગીતાના શ્લોકના પાઠ કરવામાં આવશે. જેમાં પીએમ મોદી હાજર રહે તેવી સંભાવના ભાજપના પ્રમુખ સુકાંત મજુમદારે વ્યક્ત કરી છે. મજમુદારે જણાવ્યું હતું કે ‘એક લાખ ગીતા પાઠ’ કાર્યક્રમનું આયોજન 24 ડિસેમ્બરે શહેરના મધ્યમાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે વડાપ્રધાન મોદીને કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે અને તેમણે અમારું આમંત્રણ સ્વીકાર્યું છે.
વિવિધ ધાર્મિક સમુદાય થશે ભેગા
ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યું કે આ કાર્યક્રમનું આયોજન કરવા માટે ઘણા ધાર્મિક જૂથો એકઠા થયા છે. મજુમદારે દાવો કર્યો છે કે આ એક બિન-રાજકીય કાર્યક્રમ હશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યપાલ સીવી આનંદ બોઝ અને રાજ્યની અન્ય હસ્તીઓને પણ આમંત્રણ મોકલવામાં આવશે. મજમુદારે કહ્યું કે આ કાર્યક્રમને ભાજપ સાથે કોઈ લેવાદેવા નથી .
TMCએ આ કાર્યક્રમ વિશે શું કહ્યું?
જો કે, શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ દાવો કર્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન વ્યૂહાત્મક રીતે કરવામાં આવી રહ્યું છે. ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે જણાવ્યું હતું કે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એટલે સ્વાભાવિક છે કે ભાજપના નેતાઓ વારંવાર રાજ્યની મુલાકાત લેશે.


