- 6 લોકોનો જીવ લેનાર નશાકારક સીરપનું ખુલ્લેઆમ વેચાણ
- મહેસાણામાંથી નશાકારક સીરપની 2313 બોટલ જપ્ત
- હર્બલ પીણાના નામે 150 રુપિયામાં વેચાય છે આ સીરપ
6 લોકોનો જીવ લેનાર નશાકારક સીરપનું ખુલ્લેઆમ વેચાણ થયુ રહ્યું છે. જેમાં મહેસાણામાંથી નશાકારક સીરપની 2313 બોટલ જપ્ત કરવામાં આવી છે. તેમાં નશાકારક સીપરના 57 બોક્સ સહિત 3.46 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે. હર્બલ પીણાના નામે 150 રુપિયામાં આ સિરપનું વેચાણ થાય છે. નસેડીઓ બિયર, દારૂના અવેજમાં સીરપનું સેવન કરે છે.
નસેડીઓમાં આર્યુવેદીક સીરપની ભારે ડિમાન્ડ
નસેડીઓમાં આર્યુવેદીક સીરપની ભારે ડિમાન્ડ છે. એક બોટલ સીરપ પીવાથી એક બિયર બોટલ પીવા જેટલો નશો થતો હોવાની ચર્ચા છે. સરકારી તંત્ર આ બાબતે જાણતું હોવા છતાં કોઈ પગલા ભરતુ નથી. તથા ફુડ વિભાગની આ મામલે કોઇ કામગીરી નથી. જેમાં સુરતમાં નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો છે. તેમાં મેડિકલમાંથી 2000થી વધુ નશીલી સીરપ જપ્ત કરાઇ છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચતા નશીલી સીરપ ઝડપાઇ છે. તેમાં મેડિકલ સ્ટોર પર સુરત SOG અને PCBએ દરોડા પાડ્યા છે.
નશો કરવા લોકો હર્બલ ટોનિકનો ઉપયોગ કરી રહ્યા છે
રાજ્યભરમાં નશાકારક આયુર્વેદિક દવાઓ પર રેડ કરવામાં આવી છે. ગાંધીનગરના પોર ગામેથી સીરપની 85 બોટલ જપ્ત કરાઇ છે. જેમાં ગાંધીનગર SOGએ સીરપની 200 બોટલ જપ્ત કરી છે. પકડાયેલ જથ્થાના સેમ્પલ FSL માટે મોકલાયો છે. તેમજ પૂર્વ કચ્છમાં આયુર્વેદિકની આડમાં નશીલી સીરપનો વેપલો જોવા મળ્યો છે. અંજાર, ભચાઉ, ગાંધીધામ, રાપરમાંથી નશીલી સીરપ ઝડપાઈ છે. દરોડા દરમિયાન 2023 નંગ નશીલી બોટલનો જથ્થો જપ્ત કરાયો છે. નશો કરવા લોકો હર્બલ ટોનિકનો ઉપયોગ કરી રહ્યા છે.
સીરપના જથ્થાને લેબમાં પરીક્ષણ માટે મોકલાઈ
બનાસકાંઠાના ડીસામાં નશાકારણ સીરપ ઝડપાઈ છે. ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશીલી સીરપ જપ્ત કરાઇ છે. અંજની પાર્લરના ગોડાઉનમાંથી 1090 બોટલ ઝડપાઈ છે. તેમજ જામનગરમાં આયુર્વેદિક સિરપનો જથ્થો જપ્ત કરાયો છે. તેમાં સત્યમ કોલોની પાસે પાન પાર્લરમાંથી સીરપ જપ્ત કરાઇ છે. અલગ – અલગ સીરપની 90 જેટલી બોટલ કબ્જે કરાઇ છે. સીરપના જથ્થાને લેબમાં પરીક્ષણ માટે મોકલાઈ છે.


