- આરોપી યોગેશ ઉર્ફે યોગીની ફેકટરી હોવાનું સામે આવ્યું
- નડિયાદ મોકંપુરામાં શંકાસ્પદ ફેકટરી હોવાનું સામે આવ્યું
- પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ફેક્ટરીમાં તપાસ
ખેડા જિલ્લાના સીરપકાંડમાં મૃત્યુ આંક વધ્યો છે. તેમજ બે દર્દીઓની હાલત ગંભીર થઇ છે. ત્યારે ખેડાના બિલોદરામાં સીરપ કાંડમાં મોટો ખુલાસો થયો છે. તેમાં આરોપી યોગેશ ઉર્ફે યોગીની ફેકટરી હોવાનું સામે આવ્યું છે. નડિયાદ મોકંપુરામાં શંકાસ્પદ ફેકટરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ફેક્ટરીમાં તપાસ કરી
પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ફેક્ટરીમાં તપાસ કરી છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે. ખેડાના બિલોદરામાં નશાકારક સીરપ કાંડના મામલે પોલીસ દ્વારા રિમાન્ડ દરમિયાન આરોપી યોગેશ ઉર્ફે યોગીની ફેકટરી હોવાનું સામે આવ્યું છે. તેમાં નડિયાદ મોકંપુરા ખાતે શંકાસ્પદ ફેકટરી હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસ, ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ફેકટરીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.
22 વર્ષના વિપુલ સોઢાનું સારવાર દરમિયાન વહેલી સવારે મોત
સીરપ કાંડમાં વધુ એક મોત થતા મૃત્યુ આંક 6 પર પહોંચ્યો છે. મહેમદાવાદના સોજાલી ગામના 22 વર્ષના વિપુલ સોઢાનું સારવાર દરમિયાન વહેલી સવારે મોત નીપજ્યું છે. સોજાલી ગામનો વતની અને તેના મામાના ગામ સિહુંજથી બિલોદરા ગામમાં માંડવી જોવા વિપુલ સોઢા ગયો હતો. ત્યારે વિપુલ સોઢાએ સીરપ પીતા તેને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જેમાં આજે વહેલી સવારે તેનું મોત નીપજ્યું છે. ત્યારે ખેડા જિલ્લામાં સીરપકાંડમાં મૃત્યુ આંક 6 પર પહોંચ્યો છે.
સીરપ કાંડના 2 દર્દીઓ અમદાવાદ સિવિલમાં દાખલ
સીરપ કાંડના 2 દર્દીઓ અમદાવાદ સિવિલમાં દાખલ છે. તેમાં 35 વર્ષીય અમિત સોઢાની આંખોમાં ઝાખુ દેખાવાની ફરીયાદ છે. તેમજ 72 વર્ષના જીવણ સોઢાની હાલત ક્રિટિકલ છે. બન્ને દર્દીને સ્પેશિયલ વોર્ડમાં એડમિટ કરાયા છે. આંખોના રીપોર્ટ કરાવ્યા બાદ સારવાર શરૂ કરાઇ છે. જેમાં આંખોની રોશની પરત આવે તે માટે તબીબોના પ્રયાસ છે.


