- 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત
- મુખ્યમંત્રીઓના નામને લઈને ભાજપ કરી રહ્યું છે મંથન
- ટ્રાયબલ નેતાને મળી શકે છે છત્તીસગઢમાં સત્તાનું સુકાન
ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીના નામને લઈને ભાજપ મંથન કરી રહયું છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને મહત્વની બેઠક મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા વચ્ચે લગભગ 4 કલાક બેઠક ચાલી હતી. બેઠક હવે પૂર્ણ થઈ ગઈ છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ત્રણેય રાજ્યોના સીએમને લઈને નિર્ણય લગભગ નક્કી માનવામાં આવે છે.
બેઠકમાં સીએમના નામ પર મંથન
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા વચ્ચે થયેલ બેઠકમાં મુખ્યમંત્રીઓના નામને લઈને મંથન કરવામાં આવ્યું હતું. સૂત્રોનું માનીએ આ બેઠકમાં છત્તીસગઢના મુખ્યમંત્રી કોણ હશે તે લગભગ નક્કી કરી દેવામાં આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે છત્તીસગઢમાં આ વખતે ટ્રાયબલ નેતાને મુખ્યમંત્રી બનાવી શકે છે. જોકે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સીએમના નામને લઈને કોઈ માહિતી નથી મળી રહી.
ભાજપમાં મંથન ચાલુ
મહત્વનું છે કે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની પ્રચંડ જીત બાદ ભાજપ માટે હવે નવો પડકાર સામે આવ્યો છે, અને તે છે રાજ્યોના મુખ્યમંત્રી પદ માટે કોને પસંદ કરવા. આ મુદ્દે છેલ્લા કેટલાય દિવસોથી ભાજપમાં મંથન ચાલી રહ્યું છે. ત્યારે આજે મુખ્યમંત્રીના નામોને લઈને ચર્ચા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ત્રણ રાજ્યોના સીએમના નામની ચર્ચા કરવામાં આવશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પીએમ નિવાસ સ્થાને મળી રહેલી આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચા કરી છે. જોકે, આ બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી અને કોના નામ પર ચર્ચા કરવામાં આવી તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થયેલ નથી.


