- તેલંગણાના પૂર્વ સીએમ હોસ્પિટલમાં દાખલ
- ઘરમાં જ પડી જતા હોસ્પિટલમાં કરાયા એડમિટ
- 3 ડિસેમ્બરથી તેઓ પોતાના ફાર્મ હાઉસમાં જ રહી રહ્યા હતા
તેલંગણાના પૂર્વ સીએમ કેસીઆર યશોદા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઘર પર પગ લપસી જતા પડી ગયા હતા. હાલ તેઓ સોમાજીગુડાની યશોદા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કેસીઆરની બીમારીની જાણ થતાં જ પરિવારના તમામ સભ્યો હોસ્પિટલ પહોંચ્યા હતા. રાત્રે હરીશ રાવ સાથે કેટીઆરનો પરિવાર પણ યશોદા હોસ્પિટલ પહોંચી ગયો હતો.
યશોદા હોસ્પિટલમાં સારવાર હેઠળ
કેસીઆર યશોદા હોસ્પિટલના 9મા માળે સારવાર હેઠળ છે. લાગે છે કે આજે ડોક્ટર ટેસ્ટ કરીને હેલ્થ બુલેટિન આપશે. હાલમાં કેસીઆરની તબિયત સ્થિર છે. તેઓ એરાવેલીમાં તેમના ફાર્મ હાઉસમાં હતા ત્યારે આ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે કેસીઆર 3 ડિસેમ્બરથી એરવેલીમાં તેમના ફાર્મ હાઉસમાં રહે છે. તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં હાર થતા તેમણે સરકારી ઈમારત છોડી દીધી હતી. ત્યારથી તેઓ ફાર્મ હાઉસમાં રહે છે. છેલ્લા બે-ત્રણ દિવસથી તે પોતાના ઘરે બધાને મળી રહ્યા હતા.
PM મોદીએ કરી પ્રાર્થના
પીએમ મોદીએ તેલંગણાના પૂર્વ સીએમ બીમાર હોવાની માહિતી મળતા જ તેમની ઝડપી સાજા થવાની પ્રાર્થના કરી છે. તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું કે તેલંગાણાના પૂર્વ સીએમ શ્રી કેસીઆર ગારુને ઈજા થઈ છે તે જાણીને દુઃખ થયું છે. હું તેમના ઝડપી સ્વસ્થ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.
ચૂંટણીમાં BRSની કારમી હાર
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે KCRના નેતૃત્વવાળી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ને હરાવી હતી. કેસીઆર 2014 થી 2023 સુધી તેલંગાણાના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. કેસીઆર તેલંગાણાની બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. તેઓ ગજવેલ બેઠક જીત્યા, પરંતુ કામરેડ્ડીથી હારી ગયા. તેઓ કામરેડ્ડી બેઠક ભાજપના કટ્ટીપલ્લી વેંકટા રમણ રેડ્ડી સામે હારી ગયા, જેમણે આ બેઠક પરથી KCR અને રેવન્ત રેડ્ડીને હરાવ્યા હતા.
વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવા હતા
આ પહેલા કોંગ્રેસના રેવન્ત રેડ્ડીએ ગુરુવારે 11 મંત્રીઓ સાથે તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 119 સભ્યોની તેલંગાણા વિધાનસભામાં કોંગ્રેસને 64 બેઠકો મળી હતી, જ્યારે BRSને માત્ર 39 બેઠકો મળી હતી. 2014માં તેલંગાણાની રચના બાદ BRSની આ પહેલી હાર છે.


