- ઘાયલો હોસ્પિટલમાં દાખલ
- કમિશનર શેખર સિંહે આ વાતની પુષ્ટિ કરી
- ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ
મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં મીણબત્તી બનાવવાની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શેખર સિંહે આ વાતની પુષ્ટિ કરી છે.
મૃતકોની ઓળખ ના થઇ શકી
હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. ચીખલી અને દેહુર રોડ પોલીસની ટીમો સાથે અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આગના કારણે મીણબત્તીની ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ છે.
ફેક્ટરીમાં મીણબત્તીઓ બનાવવામાં આવતી હતી
પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શેખર સિંહે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડને તલવાડે સ્થિત ફેક્ટરીમાં લગભગ 2.45 વાગ્યે આગની માહિતી મળી હતી. “ફેક્ટરી સ્પાર્કલ મીણબત્તીઓ બનાવે છે જેનો ઉપયોગ સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી માટે થાય છે.
આગ પર મેળવાયો કાબૂ
શેખર સિંહે વધુમાં જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી આગનું કારણ સ્પષ્ટ થયું નથી. મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે ઘાયલોને પુણે અને પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.”


