- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય
- રાયપુરમાં મળી હતી બીજેપી વિધાયક દળની બેઠક
- છત્તીસગઢના સીએમના નામની થઇ જાહેરાત
3 રાજ્યોમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રીના ચહેરા માટે મનોમંથન ચાલી રહ્યુ છે. તેમાંથી એક એટલે કે છત્તીસગઢના સીએમની જાહેરાત કરવામાં આવી છે.વિષ્ણુદેવ સાય છત્તીસગઢના નવા CM બનશે. ભાજપ ધારાસભ્યદળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. છત્તીસગઢમાં ભાજપે આદિવાસી ચહેરાને પ્રાધાન્ય આપ્યું છે.
કોણ છે વિષ્ણુદેવ સાય ?
વિષ્ણુદેવ સાય છત્તીસગઢની કુંકુરી વિધાનસભામાંથી આવે છે. રાજ્યમાં આદિવાસી સમુરાઈની સૌથી વધુ વસ્તી છે અને સાય આ સમુદાયના છે. અજીત જોગી પછી અન્ય કોઈ છત્તીસગઢના મુખ્યમંત્રી બનનારા વિષ્ણુદેવ બીજા આદિવાસી મુખ્યમંત્રી છે. વિષ્ણુદેવ સાંઈ 2020માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ સાંસદ અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં સાયની ગણતરી સંઘના નજીકના નેતાઓમાં થાય છે. તે રમણ સિંહની પણ નજીક છે. તેઓ 1999 થી 2014 સુધી રાયગઢથી સાંસદ રહ્યા છે. સાયને મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેમણે સંગઠનના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
પીએમના ચહેરા પર થઇ હતી છત્તીસગઢની ચૂંટણી
છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી જીત નોંધાવી છે. છત્તીસગઢમાં ભાજપે કુલ 54 સીટો જીતી છે. જંગી જીત બાદ ભાજપ સામે સૌથી મોટો પડકાર મુખ્યમંત્રી પદનો હતો. પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ સિવાય અન્ય ઘણા નામો ચર્ચામાં હતા. ભાજપે ચૂંટણી પહેલા કોઈ સીએમ ચહેરો રજૂ કર્યો ન હતો. પીએમ નરેન્દ્ર મોદીના ચહેરા પર વિધાનસભાની ચૂંટણી લડવામાં આવી હતી.


