- ગોકુળ હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં ફરજ બજાવતા હતા તબીબ
- પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાર્ટએટેકથી મોતનું કારણ સામે આવ્યું
- ગઈકાલે સાંજે તબબીને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા
રાજ્યમાં સતત હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકની ઘટના વધી છે. આ દરમિયાન રાજકોટમાં એક 22 વર્ષીય ડૉક્ટરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યુ છે, જેને લઈ મૃતક તબીબના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
આ અંગેની માહિતી અનુસાર, રાજકોટના 22 વર્ષીય તબીબ અવિનાશ વૈષ્ણવનું હ્રદય રોગના હુમલાના કારણે નીપજ્યું મોત હતું. તબીબ ગોકુળ હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તેમને રવિવારે સાંજ અચાનક જ છાતીમાં દુખાવો થયો હતો.
આ પછી બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતા. પીએમ રિપોર્ટમાં નેચરલ હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાર્ટએટેકથી મોતનું કારણ સામે આવ્યું છે. જેના બાદ સૌ કોઈ ચિંતિત બન્યા છે.
રાજકોટમાં હાર્ટ એટેકથી 22 વર્ષીય તબીબે જીવ ગુમાવ્યો
જ્યારે મહેસાણાના બહુચરાજીના મંડાલી ગામે 17 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. ધોરણ-12 માં અભ્યાસ કરતાં સેધાભાઈ રબારી નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. રાતે સુતો હતો ત્યારે અચાનક એટેક આવ્યો હતો. નાના ગામમાં યુવાનને એટેક આવતાં લોકોમાં શોકની લાગણી જોવા મળી હતી.


