- સાગરકાંઠો સંવેદનશીલ હોવાથી 21 ટાપુઓ પર પ્રતિબંધ
- દેશની સુરક્ષાને ધ્યાને રાખી 21 ટાપુઓ પર પ્રતિબંધ
- અગાઉ સમુદ્રી વિસ્તારમાં કરાયું હતું ડિમોલિશન
દ્વારકા જિલ્લા ની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર લોકોની અવર જવર પર તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે. જેના અંગે દેવભૂમિ દ્વારકા અધિક કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડી આગામી સમય માટે રોક લગાવી દેવામાં આવ્યો છે. જેમાં 4 ફેબ્રુઆરી સુધી 21 ટાપુ પર અવરજવર પર રોક લગાવવામાં આવી છે.
નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે.
સમુદ્ર તટથી 3 તરફ થી જોડાયેલા દ્વારકા જિલ્લા માં આવેલ કુલ 24 ટાપુ માંથી ફકત 2 ટાપુ પર જ માનવ વસાહત છે.ત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ના ઘટે તે હેતુથી દેશ ની સુરક્ષાની દ્વષ્ટિએ 21 જેટલા નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે.
આ 21 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ના ઘરે તે બાબત એ સુરક્ષા વ્યસ્થા ચુસ્ત કરવામાં આવી છે. ટૂંક સમય પેહલા જ સમુદ્રી વિસ્તારો પર મેગા ડીમોલિશન હાથ ધરાયું હતું, ત્યારે હાલ તારીખ 04/02/2024 સુધી 21 ટાપુ પર અવર જવરની રોક લગાવી તંત્ર એ સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી છે.
ક્યા 21 ટાપુઓ પર પ્રતિબંધ લગાવ્યો
આ અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા અનુસાર જિલ્લામાં આવેલ 21 ટાપુઓ જેમાં (1) ધાની ઉર્ફે ડની ટાપુ, (2) ગાંધીયોકડો ટાપુ, (3) કાલુભાર ટાપુ, (4) રોઝી ટાપુ, (5) પાનેરો ટાપુ, (6) ગડુ (ગારૂ) ટાપુ, (7) સાનબેલી (શિયાળી) ટાપુ, (8) ખીમરોઘાટ ટાપુ, (9) આશાબાપીર ટાપુ (10) ભૈદર ટાપુ (11) ચાંક ટાપુ (12) ધબધબો (દબદબો) ટાપુ (13) દીવડી ટાપુ (14) સામીયાણી ટાપુ (15) નોરૂ ટાપુ (16) માન મરૂડી ટાપુ (17) લેફા મરૂડી ટાપુ (18) લંધા મરૂડી ટાપુ (19) કોઠાનું જંગલ ટાપુ (20) ખારા મીઠા ચુષ્ણા ટાપુ (21) કુડચલી ટાપુ


