- 40 દિવસ માં 85 લાખ મંત્રોનું લેખન સંપન્ન
- અયોધ્યા શ્રી રામ મંત્રલેખન મહાયજ્ઞનો પીએમ મોદીએ પ્રારંભ કરાવ્યો
- ભક્તો દ્વારા લખાયેલા રામનામ મંત્ર ગ્રંથો અયોધ્યામાં સમર્પિત કરાશે
દેશભરમાંથી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગમાં સૌ કોઈ સાક્ષી બનવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. આ વચ્ચે સોમનાથમાં પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સોમનાથથી અયોધ્યા 1 કરોડ 11 લાખ રામનામ મંત્ર લખી મોકલવાના મંદિર ટ્રસ્ટ દ્વારા સાંકલ્પ કરાયો છે.
સોમનાથથી અયોધ્યા “શ્રી રામ નામ મંત્ર લેખન મહાયજ્ઞ” માં પ્રભાસતીર્થના સોમપુરા તીર્થપુરોહિતો સામુહિક રીતે સંમેલીત થયા છે. જય શ્રી રામના નાદ સાથે આજે સોમપુરા તીર્થપુરોહિતો સોમનાથ સ્થિત રામમંદિર ખાતે પહોંચ્યા હતા અને રામનામ મંત્ર લેખન કરી મહાયજ્ઞમાં આહુતી અર્પણ કર્યાની અનુભૂતિ પ્રાપ્ત કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા 1 કરોડ 11 લાખ રામનામ મંત્ર લેખન સંકલ્પમાં ચાલીસ દિવસમાં 85 લાખ મંત્ર લેખન સંપન્ન થઈ ચૂક્યું છે.
પ્રથમ જ્યોતિલગ સોમનાથ અને અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ઐતિહાસિક મહત્વ તેમજ સામ્યતા બંને ધરાવે છે. સદીઓના ખંડન બાદ પુનઃસર્જનની અદ્વિતીય ગાથા સોમનાથ અને અયોધ્યાના રામ મંદિરને એકાત્મના તાંતણે જોડે છે. આ મહાયજ્ઞમાં પ્રભાસતીર્થ ના સોમપુરા તીર્થપુરોહિતો સામુહિક રીતે સંમેલીત થયા છે. જય શ્રી રામના નાદ સાથે આજે સોમપુરા તીર્થપુરોહિતો સોમનાથ સ્થિત રામમંદિર ખાતે પહોંચ્યા હતા અને રામનામ મંત્ર લેખન કરી મહાયજ્ઞમાં આહુતી અર્પણ કર્યાની અનુભૂતિ પ્રાપ્ત કરી હતી.
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા 1 કરોડ 11 લાખ રામનામ મંત્ર લેખનનો સંકલ્પ કરવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ પોતે રામ નામ લેખન સેવા કરીને આ મહાયજ્ઞાનો પ્રારંભ કરાવ્યો હતો. સોમનાથ તીર્થમાં શ્રી રામ મંદિર ખાતે ભગવાન શ્રીરામના સાંનિધ્યમાં સવારે 7:30 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી આ મંત્ર લેખન મહાયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં સ્થાનિકો સહિત દેશ વિદેશમાંથી આવનારા ભક્તો, સાધુ-સંતો, રાજકીય સામાજીક આગેવાનો સહિત સમાજના દરેક વર્ગના લોકો શ્રી રામ મંદિર ખાતે સભા મંડપમાં બેસીને શ્રી રામ નામ મંત્ર લેખન સેવા કરીને અયોધ્યા શ્રી રામ મંદિર પુનનિર્માણની ક્ષણના સાક્ષી બની રહ્યા છે. હાલ 40 દિવસમાં 85 લાખ મંત્રોનું લેખન સંપન્ન થયું છે.


