- હળવદના ચાડધ્રા ગામે ડાયરામાં ચાંદીની નોટો ઉડી
- શ્રીમદ ભાગવત કથા નિમિત્તે ડાયરાનું આયોજન
- લોકોમાં જોવા મળ્યું કુતુહલ
સામાન્ય રીતે ડાયરામાં નોટોનો વરસાદ થવો ખૂબ જ સહજ વાત છે. પરંતુ હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં 500 કે 2000 ની નહીં પરંતુ ચાંદીની નોટ ઉડી હોવાનો વિગતો સામે આવી છે. આ વીડિયો હળવદમા લોક ડાયરામા ચાંદીની નોટો ઉડી છે.
આ અંગેની માહિતી અનુસાર, મોરબીના હળવદ ખાતે ચાડધ્રા ગામે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીમદ ભાગવત સપ્તાહના રાત્રિ દરમિયાન લોક ડાયરામાં નોટો ઉડી હતી. જેની સાથે જ ચાંદીની નોટો ઉડતી જોવા મળી હતી. જેની સાથે જ ચાંદીની નોટોએ કુતુહુલ ઉભુ કરી દીધું છે.


