- હમાસ અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે
- ગાઝામાં યુદ્ધવિરામને લઇ સમયરેખા પર ચર્ચા વિચારણા કરી
- યુદ્ધમાં હજારો લોકોના મોત થયા જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્તન
ઇઝરાયેલના રક્ષા મંત્રી યાવ ગાલાંટે લાંબા યુદ્ધની આગાહી કરતા કહ્યું કે હમાસને નષ્ટ કરવામાં ઘણા મહિનાઓ લાગશે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગાઝામાં તબાહીને લઈને ઈઝરાયેલ અને તેના ટોચના સહયોગી અમેરિકા પર આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ થવાનું દબાણ વધી ગયું હતું.
USના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન તાજેતરમાં ગાઝામાં મોટી લડાઈ સમાપ્ત કરવા માટે સમયરેખા પર ચર્ચા કરવા ઇઝરાયેલી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ઈઝરાયેલના નેતાઓએ 7 ઓક્ટોબરના હુમલા માટે જવાબદાર આતંકવાદી સંગઠનનો ખાત્મો ન થાય ત્યાં સુધી સૈન્ય આક્રમણ ચાલુ રાખવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. યુએસ પ્રમુખ જો બિડેનના વહીવટીતંત્રે જાનહાનિ ઘટાડવામાં ઇઝરાયેલની નિષ્ફળતા અને ગાઝાના ભવિષ્ય માટે તેની યોજનાઓ અંગે અસ્વસ્થતા વ્યક્ત કરી છે, પરંતુ તે જ સમયે વ્હાઇટ હાઉસ શસ્ત્રો મોકલીને ઇઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું હતું કે, હું ઇચ્છું છું કે તે સામાન્ય લોકોનો જીવ કેવી રીતે બચાવી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરે. હમાસનો પીછો કરવાનું છોડશો નહીં પરંતુ વધુ સાવચેત રહો.” પેલેસ્ટિનિયન ઓથોરિટીના વડા પ્રધાન મોહમ્મદ શતયેહે જણાવ્યું હતું કે યુ.એસ. માટે ઇઝરાયેલ સાથે વધુ બળપૂર્વક વ્યવહાર કરવાનો સમય છે, ખાસ કરીને ઇઝરાયેલ-પેલેસ્ટિનિયન સંઘર્ષના બે-રાજ્ય ઉકેલ માટે યુદ્ધ પછીની વાટાઘાટો થઇ રહી છે.
ઈઝરાયેલના રક્ષા મંત્રી ગેલન્ટે કહ્યું કે, હમાસ ગાઝામાં એક દાયકા કરતાં વધુ સમયથી લશ્કરી માળખાનું નિર્માણ કરી રહ્યું છે અને તેને તોડવું સરળ નથી. આમાં સમય લાગશે. આ ઘણા મહિનાઓ સુધી ચાલશે પરંતુ અમે જીતીશું અને અમે તેમને ખતમ કરીશું. તેલ અવીવમાં સુલિવાન સાથેની વાતચીત પછી, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે તેમણે ઇઝરાયલના અમેરિકન મિત્રોને કહ્યું કે દેશ હમાસને ખતમ કરવાની લડત ચાલુ રાખવા માટે પહેલા કરતાં વધુ સંકલ્પબદ્ધ છે


