અંબાજી નો ઐતિહાસિક ધરોવર સાથે પૌરાણિક ટુરીઝમની થીમ પર અને ગિફ્ટ સિટીને નોન મોટર રાઇટ ટ્રાન્સપોર્ટ તરીકે ડેવલપ કરાશે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાંથી 12 શહેરોને ડેવલોપ કરવા માટે વિવિધ રાજ્યો પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવી હતી. આ દરખાસ્ત માં વિવિધ રાજ્યોએ 28 શહેરને ડેવલોપ કરવા માટેની દરખાસ્ત મોકલી છે આ પૈકી 12 શહેરોની પસંદગી કરાશે ગુજરાતી અંબાજી અને ગિફ્ટ સિટી એમ બે શહેરોની દરખાસ્ત મોકલી છે આ દરખાસ્ત માંથી કોઈપણ એક શહેરની પસંદગી કરવામાં આવશે.
દેશમાં શહેરોનો આંતર રાષ્ટ્રીય કક્ષાનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક પછી એક શહેરોની પસંદગી કરવા માટે 15માં ફાઇનાન્સ કમિશન હેઠળ ન્યૂ સિટીઝ ઇનિશીએટીજ યોજના અમલમાં મૂકવામાં આવી છે. અંબાજીમાં પણ 255 હેક્ટર વિસ્તારમાં નવું ડેવલોપમેન્ટ થશે. 11 કોમ્યુનિટી પાર્ક વનીકરણ સહિતની કામગીરી હાથ ધરાશે. રિટેલ શોપ તથા સોસાયટી ડેવલપમેન્ટ માટે 800 કરોડ મળશે. શ્રદ્ધાળુઓ માટે વોક વે ,ચાર્જિંગ સ્ટેશનો બનશે નવા રસ્તા ગટર જેવી સુવિધાઓ માટે 303 કરોડ ખર્ચાશે.
ગિફ્ટ સિટી 204 હેક્ટરમાં નોન મોટરરાઈડ ટ્રાન્સપોર્ટ ની થીમ પર વિકસાવાની યોજના 55 હેક્ટર સરકારી 159 હેક્ટર ખાનગી જમીનમાં વિકાસ થશે. ગિફ્ટ સિટી પાસેની સાબરમતી નદીમાં રિવરફ્રન્ટ ડેવલપ કરવાની પણ દરખાસ્ત માં છે ગિફ્ટ સિટી પાસે બેરેજ બનાવવા માટેની તૈયારી શરૂ કરી દેવાય છે.
ગાંધીનગરમાં ગિફ્ટ સિટીને 5525 કરોડના ખર્ચે તેમજ અંબાજીને 1700 કરોડના ખર્ચે ડેવલપ કરવાની તૈયારી


