- અંજારના 50 વર્ષના શખ્સને લાગ્યું કોરોનાનું સંક્રમણ
- ઉત્તર પ્રદેશમાં પ્રસંગમાંથી પરત ફર્યા બાદ દેખાયા લક્ષણો
- રિપોર્ટ પોઝિટિવ આવતા ઘરના તમામના સેમ્પલ લેવાયા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતનાં પાકિસ્તાન સાથેના સરહદી જિલ્લા એવા કચ્છમાં પણ લાંબા સમય બાદ કોરોનાએ એન્ટ્રી કરી છે. કચ્છના અંજારમાં કોરોનાનો કેસ સામે આવ્યો છે.
કચ્છમાં લાંબા સમય બાદ કોરોનાની એન્ટ્રી થઈ છે અને જિલ્લામાં પ્રથમ કોરોના કેસ નોંધાયો છે. મળતી માહિતી મુજબ અંજારના વરસામેડીના 50 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
જાણવા મળી રહ્યું છે કે અંજારના કોરોના સંક્રમિત દર્દી થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને પરત આવેલા આ શખ્સને કોરોના લક્ષણો જોવા મળ્યા. બાદમાં કોરોના ટેસ્ટ કરાવતા તેમના રિપોર્ટ્સ પોઝિટિવ આવ્યા હતા. તેમના રિપોર્ટ્સ આવ્યા બાદ ઘરના તમામ સાત સભ્યોના સેમ્પલ લેવામાં આવ્યા છે.
અમદાવાદમાં કોરોનાના સતત વધી રહ્યા છે કેસ
અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના કેસની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ફરી અમદાવાદમાં આજે 6 નવા કેસ પોઝિટિવ આવ્યા છે. જયારે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના આંકડા પર નજર કરીએ તો આજે સતત બીજા દિવસે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કાલ કરતાં આજે નવા 9 કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 32 પર પહોંચી છે. અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 6 કેસો નોંધાયા છે. જેમાં ચાર પુરુષ અને બે મહિલા છે. નવા વેરિયન્ટ વચ્ચે કેસમાં વધારો થતા ચિંતા વધી છે.
અમદાવાદમાં કોરોનાના 7 એક્ટિવ કેસ 12 થયા છે. ગઈકાલે એક જ દિવસમાં વધુ 6 કેસ બહાર આવ્યા હતા. આ કેસો નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં નોંધાયા હતા, જેમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષ સંક્રમિત થયાં છે, એક જ દિવસમાં 6 કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે.
જેમાં આ સાથે જ પશ્ચિમ વિસ્તાર કોરોના હોટ સ્પોટ બન્યું છે. આજે નવરંગપુરા, બોડકદેવ અને થલતેજ વિસ્તારમાંથી કેસો નોંધાયા છે. બે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. પુણે અને સિંગાપોરથી પરત આવ્યા બાદ તેઓએ કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યા હતા. હાલ તમામ દર્દીઓ હોમ આઇસોલેટ છે. કુલ 18 જેટલા કેસો એક્ટિવ છે.


